બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / Random testing of 2% international arrivals to resume from Saturday morning

મહામારી / કોરોના દેશમાં ન ઘુસી જવો જોઈએ ! વિદેશથી આવનાર પ્રવાસીઓનું એરપોર્ટ પર ટેસ્ટિંગ, કેન્દ્રનો ઓર્ડર

Hiralal

Last Updated: 10:44 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા લોકો માટે એક ગાઈડલાઈન્સ બહાર પાડી છે.

  • વિદેશથી ભારત આવતા પ્રવાસીઓને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય
  • હેલ્થ મિનિસ્ટ્રીએ ગાઈડલાઈન્સ બહાર પાડી
  • ફ્લાઈટમાં બેઠેલા 2 ટકા લોકોનો થશે કોરોના ટેસ્ટ

ચીન સહિતના કેટલાક દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ત્યાંના લોકો છટકીને ભારત આવતા રહે છે અને તેઓ ઘણી વાર પોઝિટીવ હોવા છતાં પણ તેઓ દેશમાં બેરોકટોક ઘુસી જતા હોય છે આવી સ્થિતિમાં કોરોના ખૂબ મોટા પ્રમાણમાં વકરતો હોય છે, કોરોનાની અગાઉની 3 લહેરોમાં આવું જ બની ચૂક્યું છે, હવે આવી સ્થિતિને ટાળવા માટે કેન્દ્ર સરકારે અત્યારથી કમર કસી દીધી છે અને પહેલા પગલા તરીકે વિદેશથી ભારત આવનાર લોકો માટે એક ગાઈડલાઈન્સ બહાર પાડી છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરી ગાઈડલાઈન્સ 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારત આવતા ઈન્ટરનેશનલ પ્રવાસીઓ માટે એક ગાઈડલાઈન્સ બહાર પાડી છે જે 24 ડિસેમ્બરથી લાગુ પડશે. ગાઈડલાઈન્સમાં કહેવાયું છે કે દેશના તમામ એરપોર્ટ પર જે પણ ફ્લાઈટ આવશે તેમાં બેઠેલા કુલ પ્રવાસીઓમાંથી 2 ટકા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ થશે. આ 2 ટકા પ્રવાસીઓને સેમ્પલ આપ્યાં બાદ જ જવા દેવામાં આવશે. 

વિદેશથી ભારત આવનાર પ્રવાસીઓ માટે નવો નિયમ 
આરોગ્ય મંત્રાલયના ઓર્ડર મુજબ, સંબંધિત સૌથી પહેલા ભારત આવનારા યાત્રીઓના ટેસ્ટિંગ માટે એરલાઈન્સની ઓળખ કરાશે ત્યાર બાદ બે ટકા મુસાફરોના સેમ્પલ લેવામાં આવશે અને ત્યાર બાદ તેમને એરપોર્ટ બહાર જવા દેવામાં આવશે અને જો મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવશે, તો લેબ વતી સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે માહિતી શેર કરવામાં આવશે. તે પછી, યોગ્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જો મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે ઇન્સાકોગ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. 

ચીનથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ 
સૂત્રના જણાવ્યા પ્રમાણે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ચીનથી આવતા મુસાફરો પર કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે આજથી દેશના એરપોર્ટ પર કોવિદ-19 માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ થઈ ગયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ