બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / raju asks for money online is promoting digital india

હાઈટેક ભિખારી / છુટ્ટા નથી તેવું કહી હવે છટકી શકશો નહીં, ઓનલાઈન ભિખ માગવા માટે આ ભાઈએ ગળામાં લટકાવ્યા છે ક્યૂઆર કોડ

Pravin

Last Updated: 10:43 AM, 8 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના બેતિયા રેલ્વે સ્ટેશન પર એક ભિખારી ગળામાં ઓનલાઈન પેમેન્ટનો ક્યૂઆર કોડ લટકાવીને ભિખ માગતો આપને દેખાશે. છેલ્લા 30 વર્ષથી ભિખ માગતો આ રાજૂ દેશનો હાઈટેક ભિખારી છે.

  • દેશનો સૌથી હાઈટેક ભિખારી બન્યો રાજૂ
  • ભિખ માટે ઓનલાઈન સ્વિકારે છે દાન
  • છુટ્ટા નથી તેવું કહી હવે છટકી શકશો નહીં

 

બિહારના બેતિયા રેલ્વે સ્ટેશન પર એક ભિખારી ગળામાં ઓનલાઈન પેમેન્ટનો ક્યૂઆર કોડ લટકાવીને ભિખ માગતો આપને દેખાશે. છેલ્લા 30 વર્ષથી ભિખ માગતો આ રાજૂ દેશનો હાઈટેક ભિખારી છે. જેના ગળામાં ફોન પે, ગૂગલ પે અને પેટીએમના ક્યૂઆર કોડ લટકેલા દેખાશે. આપને જણાવી દઈએ કે, હાલમાં પણ તે ઓનલાઈન રીતે જ પેમેન્ટ સ્વિકારે છે.

પીએમ મોદીનો છે જબરો ફૈન

પોતાની જાતને ડિજિટલ ભિખારી કહેતો રાજૂનું કહેવું છે કે, તે ભારતને ડિજીટલ ઈન્ડિયા બનાવવા માટે દેશની મદદ કરી રહ્યો છે. દર મહિને પ્રધાનમંત્રી મોદીના મન કી બાત સાંભળીને તે પીએમ મોદીનો ફેન બની ગયો છે. 

છૂટ્ટા નથી કહી લોકો છટકી જતાં

રાજૂ જણાવે છે કે, પહેલા જ્યારે પણ તે ભિખ માગતો તો લોકો છૂટા નથી તેમ કહી દલીલો કરતા. જેનાથી રાજૂનો કટોરો ખાલી જ રહી જતો. આ વાતથી તંગ આવીને રાજૂએ ભિખ માગવાનો નવો આઈડીયા અપનાવ્યો અને બેંક અકાઉન્ટ ખોલીને તેને ઓનલાઈન પેમેન્ટ મોડ સાથે જોડી દીધું.

ગળામાં લટકાવ્યા છે ઓનલાઈન પેમેન્ટના ક્યૂઆર કોડ

જો કે, આ બધું એટલું સરળ નથી. રાજૂ પાસે ન તો પાન કાર્ડ છે, ન તો આધાર કાર્ડ, તેથી બેંક અકાઉન્ટ ખોલવામાં ખૂબ મુશ્કેલીઓ પણ આવી, ત્યારે રાજૂ સૌથી પહેલા આધાર કાર્ડ બનાવ્યું અને ત્યાર બાદ પાન કાર્ડ પણ બનાવ્યું. આધાર પાન લઈને રાજૂ સીધો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બેતિયા શાખામાં પહોંચ્યો, જ્યાં બેંક કર્મચારીઓએ રાજૂનું અકાઉન્ટ ખોલી આપ્યું. ત્યાર બાદ રાજૂએ ઈ વોલ્ટ બહનાવ્યું અને બની ગયો દેશનો સૌથી હાઈટેક ભિખારી.

 

માનસિક રીતે દિવ્યાંગ છે રાજૂ

માનસિક રીતે દિવ્યાંગ રાજૂ કેટલાય વર્ષોથી કામની શોધમાં હતો, પણ તેને કોઈ કામ મળ્યું નહીં, તો પોતાનું જીવન ગુજારવા માટે તેણે ભિખ માગવાનું શરૂ કર્યું. છેલ્લા કેટલાય વર્ષોથી તે સ્ટેશન પર ભિખ માગી પેટ પાળી રહ્યો છે. જો કે, રાજૂના આ ડિજિટલ આઈડીયાથી સૌ કોઈ હૈરાન છે. 

ભિખ માગવા માટે નવો આઈડીયા અપનાવ્યો

હકીકતમાં રાજૂનું કહેવું છે કે, લોકોની પાસ સાચ્ચે જ ઘણી વાર છૂટ્ટા હોતા નથી. તો ઘણી લોકો બહાના બનાવી છટકી જતાં હોય છે. આ જ કારણે રાજૂએ નવો આઈડીયા અપનાવ્યો. લોકો પણ આ આઈડીયાથી ખુશ થયા છે અને ઓનલાઈન પોતાની ઈચ્છા જે બને તે આપીને નિકળી જાય છે. 

ખુશીથી લોકો આપી રહ્યા છે ભિખ

રાજૂ ભિખમા ઓછામાં ઓછા 5 રૂપિયા અને વધારેમાં વધારે 100 રૂપિયાની ભિખ સ્વિકારે છે. આવી રીતે ડિજીટલ રીતથી ભિખ માગવાના કારણે રાજૂ હાલ સમગ્ર દેશમાં ચર્ચામાં આવ્યો છે. લોકો ખુશીથી રાજૂને ભિખ પણ આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ