બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot AAP leader vashram Sagathia was sacked by the party

એક્શન / AAP નેતા વશરામ સાગઠિયાને પાર્ટીએ કર્યા બરતરફ, પક્ષ વિરૂદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ કાર્યવાહી

Malay

Last Updated: 02:33 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટના આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા સામે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટી દ્વારા તેમને તમામ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

 

  • રાજકોટના AAP નેતા વશરામ સાગઠિયાને પાર્ટીએ કર્યા બરતરફ 
  • પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ તમામ પદ પરથી હટાવી દેવાયા
  • શક્તિસિંહ ગોહિલની પદયાત્રા બાદ કોંગ્રેય કાર્યાલયમાં દેખાયા હતા સાગઠિયા

રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાને પાર્ટીએ બરતરફ કર્યા છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ વશરામ સાગઠિયાને તમામ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મહત્વનું છે, બે દિવસ અગાઉ વશરામ સાગઠિયા ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોવા મળ્યા હતા. તેમના એક વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.

વશરામ સાગઠિયા

શું છે સમગ્ર મામલો?
ગત 18 જૂનના રોજ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ગાંધી આશ્રમથી પાલડી સુધીની પદયાત્રા યોજાઈ હતી. શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા હાજર રહેતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા હતા. આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસના કાર્યક્રમમાં જોવા મળતા અનેક અટકળો તેજ બની હતી. 

સાગઠિયાની ઘર વાપસીને લઈને અટકળો થઈ હતી તેજ 
આપને જણાવી દઈએ કે, AAP નેતા વશરામ સાગઠિયા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાતા તેઓ પણ તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જોકે, થોડા મહિનાઓ બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા અને વશરામ સાગઠિયા હજુ પણ આમ આદમી પાર્ટીમાં જ છે. ત્યારે ગઈકાલે શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરોની સાથેનો વશરામ સાગઠિયાનો વીડિયો વાયરલ થતાં સાગઠિયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ હતી. જોકે, હવે આમ આદમી પાર્ટી દ્વારા તેમને તમામ પદો પરથી હટાવી દેવામાં આવ્યા છે. 

કોણ છે વશરામ સાગઠિયા?
- વશરામ સાગઠિયા મૂળ બોટાદના પાળીયાદ ગામના રહેવાસી છે
- તેઓ ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ AAPમાં જોડાયા હતા
- રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી AAPએ વશરામ સાગઠિયાને આપી હતી ટિકિટ
- આ જ બેઠક પરથી પાતળી સરસાઇથી તેઓ ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા.
- હાલમાં વશરામ સાગઠિયા રાજકોટના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ