બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rajasthan: Modi Modi chant in front of Ashok Gehlot, Video

રાજસ્થાન / ગેહલોતના ભાષણમાં લાગ્યા મોદી-મોદીના નારા, PMએ લોકોને શાંત રહેવા કર્યો ઈશારો, જુઓ VIDEO

Vaidehi

Last Updated: 04:48 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાથદ્વારામાં PM મોદીએ CM અશોક ગેહલોતની સાથે અનેક પ્રોજેક્ટ્સની શરૂઆત કરી. ગેહલોતની હાજરીમાં જનતાએ મોદી-મોદીનાં નારા લગાવ્યાં. જુઓ VIDEO.

  • ગેહલોતનાં ભાષણ દરમિયાન લાગ્યાં મોદી-મોદીનાં નારા
  • PM મોદીએ ઈશારો કરી લોકોને શાંત રહેવા કરી અપીલ
  • નાથદ્વારામાં જનસંબોધન દરમિયાન બની આ ઘટના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે 5500 કરોડ રૂપિયાની ભેટ લઈને રાજસ્થાન પહોંચ્યાં હતાં. નાથદ્વારામાં PM મોદીએ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સાથે અનેક પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ વચ્ચે ફરી એકવાર CM અશોક ગેહલોતને 'મોદી-મોદી'નાં નારાઓનો સામનો કરવો પડ્યો હતો. ગેહલોત જ્યારે ભાષણ માટે ઊભા થયાં ત્યારે જ મોદી-મોદીનાં નારાઓ શરૂ થવા લાગ્યાં. જો કે PM મોદીએ પોતે જ ઈશારો કરીને જનતાને શાંત રહેવા કહ્યું.

અશોક ગેહલોત જેવા ખુરશી પરથી ઊભા થયાં, જનતાએ મોદી-મોદીનાં નારાઓ લગાવ્યાં. પીએમ મોદીને આ વ્યવહાર પસંદ ન આવ્યો. તે સતત લોકોને શાંત રહેવાની અપીલ કરી રહ્યાં હતાં. ગેહલોતને આ પ્રકારની સ્થિતિનો અનેક વખત સામનો કરવો પડ્યો છે. હાલમાં જ જ્યારે તે IPLની એક મેચ જોવા ગયાં હતાં ત્યારે પણ મોદીનાં નારાઓનો સામનો કરવો પડ્યો હતો.

 

5500 કરોડ રૂપિયાની રાજસ્થાનને ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાન પહોંચ્યાં તો નાથદ્વારામાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ધૂમધામથી તેમનું સ્વાગત કર્યું. શ્રીનાથ મંદિરમાં પૂજા-અર્ચના બાદ PM મોદીએ 5500 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચો કરીને 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને 3 રેલ્વે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું.

હું PM મોદીનું સ્વાગત કરું છું- ગેહલોત
ગેહલોતે કાર્યક્રમમાં કહ્યું કે,' હું PM મોદીનું સ્વાગત કરું છું. મને ખુશી છે કે પ્રધાનમંત્રી આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રેલ્વે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. પહેલા આપણે ગુજરાત સાથે હરીફાઈ કરતાં હતાં અને અનુભવતાં હતાં કે આપણે પાછળ રહી ગયાં છીએ પરંતુ હવે આપણે આગળ વધ્યાં છીએ.' ગેહલોતનાં ભાષણ દરમિયાન સતત મોદી-મોદીનાં નારાઓ લાગતાં રહ્યાં જો કે ગેહલોત થોડાં પણ અચકાયા વિના ભાષણ આપતાં રહ્યાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ