બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainy weather across the state at present following the impact of Cyclone Biporjoy

મેઘો અનરાધાર / ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા: સૌથી વધુ અમીરગઢમાં 6.5 ઈંચ વરસાદ, પાટણથી લઈને પાલનપુર પાણી પાણી

Malay

Last Updated: 07:53 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

 

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 106 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ અમીરગઢમાં 6.5 ઈંચ વરસાદ
  • દાંતામાં 6 ઈંચ, દાંતિવાડામાં 5.5 ઈંચ વરસાદ

વિનાશક બિપોરજોય વાવાઝોડાની અસરથી ગુજરાતમાં અષ।ઢી માહોલ છવાયો છે. આકાશમાં છવાયેલા વરસાદી પાણીથી છલોછલ એવા કાળાં-ડિબાંગ વાદળાથી સૂર્યનારાયણ અલોપ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 106 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમીરગઢમાં નોંધાયો છે. અમીરગઢમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અહીં 24 કલાકમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. 

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દાંતામાં 6 ઈંચ, દાંતિવાડામાં 5.5 ઈંચ, પાલનપુરમાં સવા 5 ઈંચ, સાંતલપુરમાં સવા 5 ઈંચ, પોશિનામાં 5 ઈંચ, ધાનેરામાં 5 ઈંચ, રાધનપુરમાં 5 ઈંચ, ડીસામાં પોણા 5 ઈંચ, દિયોદરમાં સવા 4 ઈંચ, થરાદમાં 4 ઈંચ, સિદ્ધપુરમાં પોણા 4 ઈંચ, વાવામાં 3.5 ઈંચ વરસાદ, વડગામમાં 3.5 ઈંચ, સરસ્વતીમાં સવા 3 ઈંચ, પાટણમાં 2.5 ઈંચ, લાખણીમાં 2.5 ઈંચ, કાંકરેજમાં 2.5 ઈંચ, સમીમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. 

અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા
રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા કારણે અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાવાની સાથે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સુઈગામ, વાવ, ભાભર, થરાદ સહિતના વિસ્તારોમાં ભારે પવનથી નુકસાન થયું તો અંબાજીમાં વાવાજોડાને લઈને કાચુ મકાન ધરાશાઈ થયું હતું. આ સાથે અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. 

અંબાજીમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા
યાત્રાધામ અંબાજીમાં પણ ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. વાવાઝોડા અને ભારે પવનને કારણે અંબાજીમાં કાચુ મકાન ધરાશાઈ થયું હતું. વિગતો મુજબ મકાન ધરાશાયી થતા ધરવખરી પાણીમાં ધોવાઈ હતી. જોકે, ઘરમાં રહેલા 3 વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ડીસા-થરાદ હાઈવે પર લાખણી નજીક શેડના પતરા ઉડ્યા હોવાનું સામે આવ્યું હતું. 

બનાસકાંઠામાં જાહેર કરાયું હતું રેડ એલર્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાની અસરને પગલે ગઈકાલે બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી હતી. હવામાન વિભાગ દ્વારા 17 જૂને કચ્છ, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ