બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain with high winds kills husband and wife: Tragedy after tree falls on bike

દુ:ખદ ઘટના / ભારે પવન સાથે વરસાદે ત્રણના જીવ લીધા: બાઇક પર જતાં પતિ-પત્નીનો વૃક્ષે ભોગ લીધો, મોરબીમાં વીજળી પડતાં શ્રમિકનું નિધન

Priyakant

Last Updated: 03:00 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda Monsoon News: વરસાદી વાતાવરણમાં બાઇક પર વૃક્ષ પડતાં મહિલાનું ઘટનાસ્થળે જ તો પુરુષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

  • ખેડામાં ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી
  • ઠાસરાના શાહપુરા પાસે બાઈક પર વૃક્ષ ધરાશાયી
  • વૃક્ષ ધરાશાયી થતાં બાઈક પર સવાર દંપતીનું મોત
  • પત્નીનું ઘટના સ્થળે જ મોત, પતિનું સારવાર દરમિયાન મોત

ગુજરાતમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ખેડા અને મોરબીથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ખેડાના ઠાસરાના શાહપુરા પાસે બાઇક ઉપર વૃક્ષ પડ્યું હોવાનુ સામે આવ્યું છે. આ ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. બાઇક પર વૃક્ષ પડતાં મહિલાનું ઘટનાસ્થળે જ તો પુરુષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ તરફ મોરબી જિલ્લાના ટંકારાના સખપર ગામે વિજળી પડતાં ખેત શ્રમીકનું મોત થયું છે. 

ખેડા જિલ્લામાં વાવાઝોડા અને વરસાદી વાતાવરણ વચ્ચે બે વ્યક્તિના મોત થયા છે. વિગતો મુજબ ઠાસરાના શાહપુરા પાસે બાઇક ઉપર વૃક્ષ અચાનક વૃક્ષ પડ્યું હતું. બાઇક ઉપર ઝાડ પડતા બે બાઇક સવારના મોત થયા છે. જેમાં વૃક્ષ પડતા પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું તો પતિનું ડાકોર સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. 

મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 
વિગતો મુજબ આ ઘટનામાં બંને પતિ-પત્નિના મોતને લઈ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ પત્નીના મૃતદેહને પીએમ માટે ઠાસરા CHCમાં લઇ જવાયો છે. આ સાથે પતિના મૃતદેહનું CHC ડાકોરમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ તરફ સમગ્ર મામલે ઠાસરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબી જિલ્લાના ખેત શ્રમીકનું મોત 
મોરબી જિલ્લાના ટંકારાના સખપર ગામે વિજળી પડતાં ખેત શ્રમીકનું મોત થયું છે. વિગતો મુજબ વરસાદથી બચવા પીપળના ઝાડ નીચે ઉભા હતા તે સમયે માથે વિજળી પડી હતી. આ તરફ વીજળી પડતા વિપુલભાઈને તાત્કાલિક સારવાર માટે પડધરી ખસેડાયા હતા. આ તરફ પડધરી સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટરે વિપુલભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી કાર્યવાહી શરુ કરી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો છે. આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક ફેલાઈ ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ