બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Rahul Gandhi decides to become Congress president again, decision was taken in Sonia Gandhi's sudden meeting, announcement tomorrow

ઉદયપુર / રાહુલ ગાંધીનું ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનવું નક્કી, સોનિયા ગાંધીની અચાનક બેઠકમાં થયો ફેંસલો, આવતીકાલે એલાન

Hiralal

Last Updated: 08:47 PM, 14 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીનું નામ નક્કી થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

  • રાજસ્થાનમાં ઉદેપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર 
  • સોનિયાની બેઠકમાં ઘણા નેતાઓની ઉઠાવી માગ
  • રાહુલને અધ્યક્ષ બનાવો, તેમના નામ પર મહોર વાગી 
  • ગમે ત્યારે એલાન થવાની સંભાવના 

રાજસ્થાનમાં ઉદેપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા મોટા નેતાઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધીને ફરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ તેજ થઈ ગઈ છે. રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની કોંગ્રેસના કાર્યકરોની માંગ ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીએ શનિવારે ઉદયપુરમાં ચાલી રહેલી નવસંપલે ચિંતન શિબિરમાં આ મુદ્દે નિર્ણય લેવા માટે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ ફરી એકવાર રાહુલને પાર્ટીની કમાન સોંપવા માટે સહમત થયા હતા.

રવિવારે યોજાનારી બેઠકમાં થશે રાહુલના નામની જાહેરાત 

જણાવવામાં આવી રહ્યું છે કે હવે રવિવારે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ જાહેર કરવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિંતન શિબિરમાં સવારે યોજાયેલી જૂથ ચર્ચા વચ્ચે સોનિયા ગાંધીએ અચાનક બેઠક બોલાવી હતી. આ બેઠક માટે પક્ષના તમામ ટોચના નેતાઓ, પ્રદેશ પ્રમુખો, પ્રભારી નેતાઓને બોલાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે-રણદીપ સુરજેવાલા 

પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઓગસ્ટમાં ચૂંટણી યોજાવાની છે. પરંતુ શનિવારે યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીને તાજ પહેરાવવાનો નિર્ણય લગભગ ચૂંટણી પહેલા જ લેવામાં આવ્યો છે. આ સાથે જ 2024માં લોકસભા ચૂંટણીને લઈને પણ ઘણા મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ઓગસ્ટમાં યોજાનારી ચૂંટણીના એક મહિના બાદ ઓક્ટોબરમાં જન જાગરણ યાત્રા દ્વારા રાહુલ ગાંધી માટે માહોલ બનાવવા પર પણ સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી.

CWCની બેઠકનો તાજ પહેરાવવામાં આવશે!
છેલ્લા બે દિવસથી પાર્ટી હાઈકમાન્ડ ચિંતન શિબિરમાં તમામ છ સમિતિઓના ચર્ચોમાં હાજરી આપી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમને પોતાનો રિપોર્ટ આપી રહ્યા છે. મંથન થઈ રહ્યું છે. આ રિપોર્ટ પર ચર્ચા થઈ રહી છે. આ બધાની વચ્ચે સોનિયા ગાંધી લોકો પાસેથી અભિપ્રાય માંગી રહ્યા છે. હવે રવિવારે સોનિયા ગાંધી સમિતિઓની આ ચર્ચાઓ અને બેઠકોના પરિણામ પર પોતાની મહોર લગાવવા જઈ રહ્યા છે. પાર્ટીના રોડમેપની સાથે રાહુલ ગાંધીના રાજ્યાભિષેક પર. અને હવે સૌની નજર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ