બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / R Praggnanandhaa Became Grandmaster at age 12, now beat World No.3 to reach final

શતરંજનો સિંહ / શતરંજનો સિંહ એટલે Praggnanandhaa! 12 વર્ષની વયે બન્યો હતો ગ્રાન્ડમાસ્ટર, હવે વર્લ્ડ નંબર-3ને હરાવી ફાઇનલમાં પહોંચ્યો

Megha

Last Updated: 01:22 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FIDE World Cup 2023: ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી અમેરિકન ફેબિયાનો કારુઆનાને હરાવીને ચેસ વર્લ્ડ કપ 2023ના ફાઇનલમાં પંહોચ્યાં છે.

  • રમેશબાબુ પ્રજ્ઞાનાનંદ ચેસ વર્લ્ડ કપ 2023ના ફાઇનલમાં પંહોચ્યાં 
  • ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનાનંદે ફરી પોતાની પ્રતિભા દર્શાવી 
  • 18 વર્ષના રમેશબાબુ પ્રજ્ઞાનાનંદ 3 વર્ષની ઉંમરથી ચેસ રમતાં

FIDE Chess World Cup 2023 R Praggnanandhaa: ચેસ વર્લ્ડ કપ 2023માં  સોમવારે ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે  પોતાની પ્રતિભા દર્શાવી હતી. તેણે એ રોમાંચક મુકાબલામાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી અમેરિકન ફેબિયાનો કારુઆનાને હરાવી ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. હવે તેનો સામનો વર્લ્ડ નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસન સાથે થશે. 18 વર્ષના રમેશબાબુ પ્રજ્ઞાનાનંદને બાળપણથી જ આ રમતનો શોખ હતો. તેણે ત્રણ વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું.

બહેનને જોઈને ચેસ રમતા શીખી
રમેશબાબુપ્રજ્ઞાનાનંદનો જન્મ 10 ઓગસ્ટ 2005ના રોજ ચેન્નાઈમાં થયો હતો. બહેન વૈશાલીએ તેને ગ્રાન્ડમાસ્ટર બનાવવામાં ઘણો ફાળો આપ્યો છે. વૈશાલી પ્રખ્યાત ચેસ ખેલાડી છે. બાળપણમાં કાર્ટૂનથી દૂર રહેવા માટે માતા-પિતાએ વૈશાલીને ચેસ પર ધ્યાન આપવા કહ્યું. ધીરે-ધીરે તે તેમાં નિષ્ણાત બની ગઈ. પોતાની બહેનને જોઈને માત્ર 3 વર્ષનો રમેશ બાબુ પણ આ રમત સાથે જોડાઈ ગયો અને તેણે પોતાની બહેનને જોઈને આ રમત શીખી.

7 વર્ષની ઉંમરથી રેકોર્ડ બનાવવાનું શરૂ કર્યું
પ્રજ્ઞાનાનંદએ 2013માં વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ અંડર-8નો ખિતાબ જીત્યો હતો. 7 વર્ષની ઉંમરે આ જીત એ તેમને FIDE માસ્ટરનું બિરુદ આપાવ્યું હતું. આ એક એક ઓપન ટાઇટલ છે જે ગ્રાન્ડમાસ્ટર અને ઇન્ટરનેશનલ માસ્ટરથી નીચે આવે છે.

આ  જીતનો સિલસિલો હજુ પણ ચાલુ છે 
તેની જીતનો સિલસિલો 2016માં ચાલુ રહ્યો જ્યારે તે 10 વર્ષ, 10 મહિના અને 19 દિવસની ઉંમરે ઇતિહાસમાં સૌથી નાની વયનો આંતરરાષ્ટ્રીય માસ્ટર બન્યો. બે વર્ષ પછી 12 વર્ષ, 10 મહિના અને 13 દિવસની ઉંમરે, પ્રજ્ઞાનાનંદએ રશિયન ચેસ સ્ટાર સર્ગેઈ કરજાકિન પછી સૌથી નાની ઉંમરના ગ્રાન્ડમાસ્ટર બન્યા. આ પછી તેણે ઘણી ટૂર્નામેન્ટ જીતી. ભારતના સૌથી સફળ ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે પણ ઘણી વખત તેની પ્રશંસા કરી છે.

ક્રિકેટના શોખીન છે અને સોશિયલ મીડિયાથી રહે છે દૂર 
રમેશબાબુ પ્રજ્ઞાનાનંદના પિતા જણાવે છે કે ચેસ ઉપરાંત તેમના પુત્રને ક્રિકેટનો પણ ઘણો શોખ છે. રમેશ બાબુ સમયાંતરે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા પણ જાય છે. આજના સમયમાં જ્યાં બાળકો પણ ફોન વાપરવાના અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાના શોખીન છે તો બીજી તરફ રમેશ આ બધાથી દૂર રહીને જીવનનો આનંદ માણવામાં માને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ