બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / qatar court accepts appeal against death sentence of eight Indians

BREAKING / મોદી સરકારની મહેનત રંગ લાવી! કતારમાં અદાલતે 8 ભારતીયોના મોતની સજાની સામે અપીલ કરતી અરજી સ્વીકારી

Arohi

Last Updated: 09:23 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Qatar Court: ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મિઓને કતરની કોર્ટ ઓફ ફર્સ્ટ ઈન્સ્ટેન્સે 26 ઓક્ટોબરે મોતની સજા સંભળાવી હતી. ભારતે નિર્ણયને ખૂબ જ ચોંકાવનારો જણાવ્યો હતો.

  • મોદી સરકારની મહેનત રંગ લાવી! 
  • કતરમાં 8 ભારતીઓની સજા સામે અપીલ સ્વીકારી 
  • ટૂંક સમયમાં જ થશે સુનાવણી 

કતરમાં ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મીઓને આપવામાં આવેલી મોતની સજા વિરૂદ્ધ ભારતની અપીલ સ્વીકારી લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કતરની એક કોર્ટે ગુરૂવારે અપીલ દસ્તાવેજ સ્વીકાર કરી લીધા અને હવે આ મામલા પર પોતાના નિર્ણયની જાહેરાત કરવા માટે તેનો અભ્યાસ કરશે. મામલામાં બીજી સુનાવણી જલ્દી થવાની આશા છે જેમાં થોડી સંભાવના છે કે કોર્ટ નિર્ણય સંભળાવી શકે છે. 

ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મચારીઓને કતરની કોર્ટ ઓફ ફર્સ્ટ ઈન્સ્ટેન્સે 26 ઓક્ટોબરે મોતની સજા સંભળાવી હતી. ભારતે નિર્ણયને ખૂબ જ ચોંકાવનારો જણાવ્યો હતો અને મામલામાં બધા કાયદાકીય વિકલ્પ જોવાનો સંકલ્પ લીધો હતો. પ્રાઈવેટ કંપની અલ દહરાની સાથે કામ કરનાર આ ભારતીય નાગરીકોની કથિત રીતે જાસૂસીના એક મામલામાં ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. 

મોતની સજા વિરૂદ્ધ અપીલ 
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 16 નવેમ્બરે કહ્યું હતું કે કતરની એક કોર્ટ દ્વારા ભારતીય નવસેનાના આઠ પૂર્વ કર્મિઓને સંભળાવવામાં આવેલી મોતની સજા વિરૂદ્ધ અપીલની પ્રક્રિયા ચાલું છે. 

બાગચીએ કહ્યું, "મામલો હાલ ત્યાં કાયદાકીય પ્રક્રિયામાં છે. જેવું કે અમે જણાવ્યું કતરની અપીલ કોર્ટમાં અક અપીલ દાખલ કરવામાં આવી છે. અમે આ મામલા પર કતરના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ અને અમે તેમને બધી કાયદાકીય અને રાજનૈતિક સહાયતા આપવાનું ચાલુ રાખીશું."

વિદેશ મંત્રી એસ જયશંકરે 30 ઓક્ટોબરે આ આઠ ભારતીયોના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને તેમણે એક્સ પર કહ્યું, "આજે સવારે કતરમાં ધરપકડમાં લેવામાં આવેલા આઠ ભારતીયોના પરિવાર સાથે મુલાકાત કરી. આ વાત પર ભાર આપ્યો કે સરકાર મામલાને સર્વોચ્ચ મહત્વ આપે છે. અમે પરિવારની ચિંતાઓ અને દુખને સંપૂર્ણ રીતે સમજીએ છીએ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ