બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / puri rath yatra why lord jagannath rath halts in front of majar

જગન્નાથ રથયાત્રા 2023 / પુરીનું આ રહસ્ય તો તમે નહીં જ જાણતા હોવ! કેમ મજાર સામે રોકાય છે ભગવાન જગન્નાથનો રથ?

Bijal Vyas

Last Updated: 01:49 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વાત દરેકને આશ્ચર્યમાં મૂકે છે કે જગતના પાલનહાર ભગવાન જગન્નાથનો રથ એક મજારની સામે કેમ રોકાય જાય છે. તેની પાછળનુ રોચક તથ્ય

  • આજે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી
  • સલબેગ નામનો મુસ્લિમ ભગવાન જગન્નાથનો મોટો ભક્ત હતો
  • ત્રણેય ભાઈ-બહેન તેમના મોસાળમાં તેમના મામાના ઘરે જવા માટે જાય છે

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા આજે એટલે કે 20 જૂને ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવી છે, જે 1 જુલાઈએ પૂરી થશે. દર વર્ષે અષાઢના શુક્લ પક્ષની બીજી તારીખે જગન્નાથની રથયાત્રા જોર જોરથી કાઢવામાં આવે છે. છે. આ દરમિયાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે ત્રણ રથમાં સવાર થઈને શહેરની યાત્રા પર જાય છે. આજે પણ લાખો લોકો આ ભવ્ય પ્રસંગના સાક્ષી બનશે. એવું માનવામાં આવે છે કે જે પણ મનુષ્ય ભગવાન જગન્નાથના રથના દોરડાને એકવાર સ્પર્શ કરે છે, તે ભવસાગર તરી જાય છે.

આજે અષાઢી બીજે રથયાત્રાનું ભવ્ય આયોજન, જાણો અમદાવાદ અને પુરીનો ઇતિહાસ |  Jagannath Rath Yatra 2019: History Ahmedabad and Jagannath Puri

મજારની સાથે કેમ રોકાય જાય છે ભગવાન જગન્નાથજીનો રથ 
દરેકના મનમાં આ પ્રશ્ન જરુરથી આવે છે કે, આખરે આ કોની મજાર છે, જેની સામે ભગવાન જગન્નાથનો રથ પણ રોકાય જાય છે. તમને આને લગતી કહાની જણાવીએ. એવું માનવામાં આવે છે કે, સલબેગ નામનો મુસ્લિમ ભગવાન જગન્નાથનો મોટો ભક્ત હતો. ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ અપાર હતી. એક દિવસ ભગવાન જગન્નાથે તેમના વિશિષ્ટ ભક્તને સ્વપ્નમાં દર્શન આપ્યા, સાલબેગે ભગવાનના દર્શન થતાંની સાથે જ પોતાનો જીવ છોડી દીધો. આ ઘટના બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે શહેરના પ્રવાસ દરમિયાન અચાનક રથનું પૈડું મજારની સામે રોકાય ગયું હતું.

પુરીમાં ગર્ભગૃહની બહાર ભગવાન જગન્નાથની મંગળા આરતી | પુરીમાં ગર્ભગૃહની બહાર  ભગવાન જગન્નાથની મંગળા આરતી રથયાત્રા પહેલા પુરીના ...

આ દરમિયાન રથયાત્રામાં ઉપસ્થિત હજારો-લાખો લોકોની ભીડે ભગવાન જગન્નાથને તેમના વિશિષ્ટ ભક્ત સાલબેગની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી, ત્યારબાદ જ રથ શહેરમાં ફરવા નીકળ્યો હતો.ત્યારથી આજ સુધી આ પરંપરા ચાલુ છે. . દર વર્ષે, જ્યારે પણ ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે પુરીમાં શહેરની યાત્રા પર જાય છે, ત્યારે તેમના રથને સાલબેગની મજારની સામે થોડીવાર માટે રોકી દેવામાં આવે છે.

ભગવાન જગન્નાથજી કરશે રથયાત્રા, જાણો ભગવાન 1 સપ્તાહ માસીના ઘરે શું કરશે | jagannath  puri rath yatra 2019 why jagannath goes to his mausi read interesting facts  story chariot festival

શું છે રથયાત્રા નીકળવા પાછળની કહાની 
રથયાત્રાની ખાસ વાત એ છે કે, ભગવાન જગન્નાથનો રથ પાછળની તરફ ફરે છે. તેમની નાની બહેન સુભદ્રાનો રથ મધ્યમાં અને મોટા ભાઈ બલરામનો રથ આગળ ચાલે છે. ત્રણેય ભાઈ-બહેન તેમના મોસાળમાં તેમના મામાના ઘરે જવા માટે જાય છે. આની પાછળ એક દંતકથા છે. એવું કહેવાય છે કે, ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાએ એકવાર શહેરની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઈ સાથે નાની બહેન સાથે શહેરની યાત્રા કરવા ગયા હતા. આ દરમિયાન તે પોતાના માસીના ઘરે પણ ગયા હતા. તેઓ ત્યાં 7 દિવસ રોકાયા. આ જ માન્યતા પ્રમાણે દર વર્ષે પુરીમાં ખૂબ જ ધામધૂમથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ