બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / સંબંધ / Proof of being married, if the wife does not apply vermilion, it is cruelty- Court verdict

ટિપ્પણી / સિંદૂર પરિણિત હોવાની સાબિતી, પત્ની ન લગાડે તો તે ક્રૂરતા- કોર્ટનો ચુકાદો

Ajit Jadeja

Last Updated: 12:18 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્નીએ સિંદૂર ન લગાવવું એક પ્રકારની ક્રૂરતા, આ ટિપ્પણી સાથે ઈન્દોર ફેમિલી કોર્ટએ પતિની તરફેણમાં ચુકાદો આપતાં પત્નીને તાત્કાલિક પતિ પાસે પરત ફરવાનો આદેશ આપ્યો

સિંદૂર પરિણીત હોવાની નિશાની છે. આના પરથી જણાય છે કે મહિલા પરિણીત છે. પત્નીએ સિંદૂર ન લગાવવું એ એક પ્રકારની ક્રૂરતા છે. આ ટિપ્પણી સાથે ઈન્દોર ફેમિલી કોર્ટના ચીફ જસ્ટિસે પતિની તરફેણમાં ચુકાદો આપતાં પત્નીને તાત્કાલિક પતિ પાસે પરત ફરવાનો આદેશ આપ્યો હતો. સિંદુર અને કપાળ પર ચાંદલો મહિલાઓનું સૌથી મોંઘેરું આભૂષણ છે. જે તેને શણગારે છે. જે તેના સુહાગનું રક્ષણ કરે છે. જે તેની આસપાસના દુષણને તેનાથી દૂર રાખે છે. આવી માન્યતા છે. જેનો શાસ્ત્રોમાં તો ઉલ્લેખ છે જ. 

પત્નીએ પતિને છોડી દીધા હતા

કોર્ટે 11 પાનાના ચુકાદામાં ગૌહાટી હાઈકોર્ટના આદેશને પણ ટાંક્યો છે. અદાલતે જણાવ્યું હતું કે પતિએ પત્નીને છોડી નથી, પરંતુ પત્નીએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી પોતાને પતિથી અલગ કરી છે. તેણીએ કોઈપણ માન્ય કારણ વગર તેના પતિને છોડી દીધો છે. અરજદાર પવન યાદવે હિંદુ મેરેજ એક્ટની કલમ 9 હેઠળ વૈવાહિક સંબંધો પુનઃસ્થાપિત કરવા એડવોકેટ શુભમ શર્મા મારફતે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, પત્નીએ તેના પતિને કોઈ કારણ વગર પાંચ વર્ષ સુધી છોડી દીધા હતા. પત્નીએ પોતાના નિવેદનમાં પતિ પર નશો કરવો, ઘુઘટ પહેરવા માટે ત્રાસ આપવો, દહેજની માંગણી જેવા અનેક આક્ષેપો કર્યા હતા.

આ પણ વાંચો : નાની છોકરી બની મર્દાની, ઘરમાં ઘુસેલા બદમાશને જેર કર્યો, બંદૂક પણ પડાવી લીધી
 

પત્ની પાંચ વર્ષથી અલગ રહેતી હતી

એડવોકેટ શર્માએ કોર્ટમાં દલીલ કરી હતી કે પત્ની પાંચ વર્ષથી અલગ રહે છે અને પરિણીત હોવા છતાં સિંદૂર લગાવવાનું બંધ કરી દીધું છે. તેણે કહ્યું કે કોર્ટમાં નિવેદન આપતી વખતે પણ પત્નીએ સિંદૂર લગાવ્યું ન હતું. જ્યારે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પત્નીએ સ્વીકાર્યું કે તે અલગ રહેતી હોવાથી તેણે સિંદૂર લગાવવાનું બંધ કરી દીધું હતું. કોર્ટે શર્માની દલીલો સાથે સંમત થયા અને પતિની તરફેણમાં આદેશ પસાર કર્યો અને પત્નીને તેના પતિ પાસે પરત ફરવાનો આદેશ આપ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ