બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Probe Agency Files Money Laundering Case Against Pinarayi Vijayan's Daughter

કેરળ / પિતા મુખ્યમંત્રી એટલે પુત્રીને મળ્યાં મફતમાં દોઢ કરોડ ! હવે પડ્યાં લેવાના દેવા, શરુ થઈ તપાસ

Hiralal

Last Updated: 05:43 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈડીએ કેરળના સીએમ પિનરાઈ વિજયનની પુત્રી વીણા વિજયનની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.

દેશમાં વધુ એક નેતાનો પરિવાર ઈડીની આંખે ચઢ્યો છે. ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન, દિલ્હીના સીએમ કેજરીવાલ સહિતના ઘણા નેતાઓમાં હવે કેરળના સીએમ પિનરાઈ વિજયનની પુત્રી વીણા વિજયનનો સમાવેશ થાય છએ. કેન્દ્રીય તપાસ એજન્સી (ઈડી)એ  પિનરાઈ વિજયનની પુત્રી વીણા વિજયન સામે મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. 

ટૂંક સમયમાં થઈ શકે પૂછપરછ 
સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે તપાસ એજન્સી ઈડીએ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધ્યો છે અને તેમાં સામેલ લોકોને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી સંભાવના છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયની તપાસ પાંખ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઇઓ) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની નોંધ લીધા બાદ ઇડીએ આ કેસ નોંધ્યો હતો.

શું છે કેસ 
આરોપ છે કે વીણા વિજયન અને તેમની આઈટી કંપની એક્સાલોજિક સોલ્યુશનને ખાનગી ખનિજ કંપની દ્વારા 1.72 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ચુકવણી કરવામાં આવી હતી પરંતુ હકીકતમાં વીણાની કંપનીએ આવી કોઈ સેવા આપી નહોતી તેમ છતાં તેને પૈસા આપવામાં આવ્યાં હતા. કથિત રીતે વીણાના પિતા સીએમ હોવાથી તેને પૈસા અપાયા હતા. 
ગયા મહિને વીણા વિજયનની કંપનીએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને SFIO દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસ પર રોક લગાવવાની માંગ કરી હતી. આ અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ