બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Prize money announced for the World Cup, money will rain on the champion team, total prize money is 83 crore rupees

ક્રિકેટ / વર્લ્ડ કપ માટે જાહેર કરવામાં આવી પ્રાઈઝ મની, ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ, કુલ ઈનામી રકમ 83 કરોડ રૂપિયા

Megha

Last Updated: 05:56 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Prize Money : આઈસીસીએ વર્લ્ડ કપ માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ICC આ ટૂર્નામેન્ટમાં $10 મિલિયન એટલે કે ભારતીય રકમના હિસાબે 83 કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરશે.

  • ICC વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે
  • આઈસીસીએ વર્લ્ડ કપ માટે ઈનામી રકમની જાહેરાત કરી 
  • વર્લ્ડ કપ જીતનારી ટીમ પર પૈસાનો જોરદાર વરસાદ થશે

World Cup 2023 Prize Money : ICC વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. ટીમો પણ ભારત આવવા લાગી છે. જો કે કેટલીક ટીમો વિષે હજુ જાહેર કરવામાં આવી નથી, જે ટૂંક સમયમાં થશે. આ દરમિયાન આઈસીસીએ વર્લ્ડ કપ માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. આ વખતે જે પણ ટીમ ચેમ્પિયન બનશે તેના પર પૈસાનો વરસાદ થશે એ નિશ્ચિત છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતે જે ટીમ વર્લ્ડ કપ જીતશે તેને આઈપીએલ કરતા પણ વધુ પૈસા આપવામાં આવશે. 

આઈસીસીએ વર્લ્ડ કપ માટે ઈનામી રકમની જાહેરાત કરી 
ICC આ ટૂર્નામેન્ટમાં $10 મિલિયન એટલે કે ભારતીય રકમના હિસાબે 83 કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરશે. આ વર્ષે વર્લ્ડ કપ જીતનારી ટીમ પર પૈસાનો જોરદાર વરસાદ થશે. રનર્સ અપ માટે પણ સારી એવી રકમ રાખવામાં આવી છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે કુલ US $10 મિલિયનની જાહેરાત કરી જેમાં વર્લ્ડ કપ જીતનારી ટીમને 4 મિલિયન યુએસ ડોલરનું ઇનામ મળશે, જે ભારતીય ચલણમાં અંદાજે 33 કરોડ 18 લાખ રૂપિયા છે. જ્યારે ફાઈનલ મેચમાં હારનાર ટીમ એટલે કે રનર અપ ટીમને 2 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 16.5 કરોડ રૂપિયા આપવામાં આવશે.

દરેક ટીમને મળશે આટલા રૂપિયા 
ગ્રુપ સ્ટેજમાં તમામ 10 ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં એકબીજા સાથે રમશે, જેમાં પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો સેમિફાઈનલમાં જશે. ગ્રુપ સ્ટેજની રમત જીતવા માટે ઈનામી રકમ પણ આપવામાં આવે છે. ટીમોને દરેક જીત માટે US$40,000  (રૂ. 33.17 લાખ) મળે છે. જૂથ તબક્કાના અંતે જે ટીમો નોકઆઉટ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે તે દરેકને US$100,000 (રૂ. 82.93 લાખ) મળશે. 

વર્લ્ડ કપ ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ છે 
આ વખતે વર્લ્ડ કપ સૌથી મોટી ઈવેન્ટ હશે. વર્લ્ડ કપની મેચો 10 સ્થળો પર રમાશે અને તેમાં કુલ 48 મેચો રમાશે. 5 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. વર્લ્ડ કપની શરૂઆત પહેલા દરેક ટીમ 46 દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટની તૈયારી માટે બે પ્રેક્ટિસ મેચ રમશે.

ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર ODI વર્લ્ડ કપની 13મી આવૃત્તિમાં કુલ 10 ટીમો ભાગ લેશે. ભારત, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા પહેલાથી જ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે, જ્યારે શ્રીલંકા અને નેધરલેન્ડે ક્વોલિફાયર દ્વારા વર્લ્ડ કપમાં જગ્યા બનાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ