બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Prime Minister Narendra Modi on Sunday inaugurated a special commemorative postage stamp and Rs. 75 coin was released.

સંસદની નવી બિલ્ડીંગનું ઉદ્ઘાટન / PM મોદીએ બહાર પાડ્યો 75 રુપિયાનો સિક્કો, ક્યાંથી મળશે, કેટલી હશે કિંમત? જાણો બધું

Pravin Joshi

Last Updated: 05:00 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે ખાસ સ્મારક ટપાલ ટિકિટ અને રૂ. 75નો સિક્કો બહાર પાડ્યો હતો.

  • PM નરેન્દ્ર મોદીએ સંસદની નવી બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું
  • એક ખાસ સ્મારક ટિકિટ અને રૂ. 75નો સિક્કો બહાર પાડ્યો 
  • આ સિક્કાનું વજન 34.65 ગ્રામથી 35.35 ગ્રામની વચ્ચે હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સંસદની નવી બિલ્ડીંગનું ઉદ્ઘાટન પ્રસંગે એક ખાસ સ્મારક ટિકિટ અને રૂ. 75નો સિક્કો બહાર પાડ્યો હતો. તેમણે નવા સંસદભવનના લોકસભા હોલમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં સિક્કા અને ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું. તમે તેને ક્યાંથી ખરીદી શકશો? અને આ માટે કેટલા પૈસા ખર્ચવા પડશે?

કેવો હશે 75 રૂપિયાનો સિક્કો? 

કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના આર્થિક મામલાના વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, સિક્કાનું વજન 34.65 ગ્રામથી 35.35 ગ્રામની વચ્ચે હશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સિક્કાની એક બાજુ મધ્યમાં અશોક સ્તંભની છબી હશે જેમાં એક તરફ દેવનાગરી લિપિમાં 'ભારત' અને બીજી બાજુ અંગ્રેજીમાં 'ભારત' હશે.

 

હું 75 રૂપિયાનો સિક્કો ક્યાંથી ખરીદી શકું? 

ખાસ પ્રસંગોએ જારી કરાયેલા સિક્કાઓ ઘણી વેબસાઇટ્સ દ્વારા ખરીદી શકાય છે. આમાંનું એક પણ છે. અહીં તમને ખાસ પ્રસંગોએ જારી કરવામાં આવતા સિક્કા સરળતાથી મળી જશે. ખાસ પ્રસંગોએ જારી કરાયેલા સિક્કા સામાન્ય ખરીદી અને વેચાણ માટે નથી.

તમને 75 રૂપિયાનો સિક્કો કેટલામાં મળશે? 

મન કી બાતના 100મા એપિસોડ માટેના સિક્કા https://www.indiagovtmint.in ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેની કિંમત 3494 રૂપિયાથી 3781 રૂપિયા સુધીની છે. વેબસાઈટ પર ઉપલબ્ધ વિવિધ પ્રસંગોએ જારી કરાયેલા સિક્કાઓની સરેરાશ કિંમત રૂ. 3500થી વધુ છે. જોકે 75 રૂપિયાના સિક્કા હાલમાં વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં આ સિક્કાઓ ખરીદી માટે ઉપલબ્ધ થશે.

આ સિક્કા કેમ મોંઘા છે?

પ્રથમ તેઓ ખાસ પ્રસંગોએ જારી કરવામાં આવે છે. બીજું કારણ આ સિક્કાઓની કિંમત છે. 75 રૂપિયાના સિક્કાનું વજન લગભગ 35 ગ્રામ છે. જેમાં 50 ટકા ચાંદી હશે. જ્યારે અન્ય 50 ટકામાં કોપર, નિકલ યથાવત રહેશે. આ કારણોથી તમને 75 રૂપિયાનો સિક્કો મોંઘો જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ