બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Preparation to remove Speaker through no-confidence motion in Bihar

Bihar Political Crisis / બિહારમાં સરકાર બનતા જ NDA એક્શનમાં, અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સ્પીકરને હટાવવાની તૈયારી

Priyakant

Last Updated: 08:33 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Political Crisis Latest News: નીતિશ કુમારે ફરી એકવાર NDAમાં પુનરાગમન કર્યું અને ભાજપ સાથે સરકાર બનાવીને 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, રાજ્યમાં નવી સરકારની રચના બાદ NDAએ કરી RJD વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી

  • નીતિશ કુમારે NDAના સમર્થન સાથે બિહારના મુખ્યમંત્રી તરીકે 9મી શપથગ્રહણ કર્યા 
  • રાજ્યમાં નવી સરકારની રચના બાદ NDAએ કરી RJD વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી
  • વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી

Bihar Political Crisis : નીતિશ કુમારે NDAના સમર્થન સાથે બિહારના મુખ્યમંત્રી તરીકે 9મી શપથગ્રહણ કર્યા બાદ હવે મોટો કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, બિહારના રાજકારણ માટે રવિવાર 'સુપર સન્ડે' હતો. 17 મહિનાથી RJD સાથે સરકાર ચલાવી રહેલા નીતીશ કુમારના રસ્તા હવે અલગ છે. નીતિશ કુમારે ફરી એકવાર પુનરાગમન કર્યું અને ભાજપ સાથે સરકાર બનાવીને 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યમાં નવી સરકારની રચના બાદ NDAએ હવે RJD વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી કરી છે અને વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે.

વિધાનસભા અધ્યક્ષને પદ પરથી હટાવવા માટે ભાજપના નંદ કિશોર યાદવે વિધાનસભા સચિવને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. જો RJD નેતા અવધ બિહારી ચૌધરી સ્પીકર પદ પરથી રાજીનામું નહીં આપે તો બહુમતીના મતથી તેમને હટાવી દેવામાં આવશે. સ્પીકર વિરુદ્ધ નોટિસ જાહેર કરવાના પ્રસ્તાવમાં પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી, પૂર્વ ડેપ્યુટી સીએમ ભાજપના તારકિશોર પ્રસાદ, JDUના વિનય કુમાર ચૌધરી, રત્નેશ સદા અને અન્ય ઘણા ધારાસભ્યોના હસ્તાક્ષર પણ છે. NDA ગઠબંધન પાસે 128 ધારાસભ્યો છે જ્યારે વિપક્ષના મહાગઠબંધન પાસે 114 ધારાસભ્યો છે. સ્પીકર અવધ બિહારી ચૌધરી સામે 128 ધારાસભ્યો હોવાથી તેમની હકાલપટ્ટી નિશ્ચિત છે.

કોણ છે અવધ બિહાર ચૌધરી? 
સિવાનના ધારાસભ્ય અવધ બિહારી ચૌધરીને ચાર દાયકાનો રાજકીય અનુભવ છે. તેઓ તળિયાના નેતા છે અને રાજકીય સંઘર્ષ દ્વારા પોતાનું રાજકીય સ્થાન બનાવ્યું છે. અવધ બિહાર RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નજીક માનવામાં આવે છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે પણ તેમના નજીકના સંબંધો છે. અવધ બિહાર ચૌધરી 1985માં જનતા દળની ટિકિટ પર પહેલીવાર સિવાન સીટથી ધારાસભ્ય બન્યા હતા, પરંતુ જ્યારે લાલુ પ્રસાદ યાદવે RJDની રચના કરી ત્યારે તેઓ તેમની સાથે જોડાયા હતા. આ પછી તેઓ 2005 સુધી સતત સિવાનથી ધારાસભ્ય રહ્યા. આ સમયગાળા દરમિયાન તેઓ લાલુ યાદવથી લઈને રાબડી દેવી સુધીની સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે અને વિવિધ વિભાગોની જવાબદારીઓ સંભાળી છે.

અવધ બિહારી ચૌધરી 2014ની લોકસભા ચૂંટણી બાદ RJD છોડીને JDUમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન સિવાન બેઠક પરથી અવધ બિહારી ચૌધરીને ટિકિટ આપવાને બદલે JDUએ બબલુ ચૌહાણને આપી તેથી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા. આ પછી તેણે 2017માં JDU છોડી દીધી અને ફરીથી RJDમાં જોડાયા. આવી સ્થિતિમાં RJDએ વર્ષ 2020માં સિવાન સીટ પરથી ઉમેદવાર ઉતાર્યો અને જીત નોંધાવીને તેઓ એક વખત ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા.

વધુ વાંચો: આજે પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓને PM મોદી આપશે સ્ટ્રેસ દૂર કરવાનો મંત્ર, દિલ્હીના ભારત મંડપમ ખાતે કાર્યક્રમ

જાણો શું કહ્યું નીતિશ કુમારે ? 
આ પહેલા રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નીતિશ કુમારે કહ્યું હતું કે, મહાગઠબંધનમાં સ્થિતિ સારી નથી, તેથી મેં આ પગલું ભર્યું છે. નીતીશ કુમારે કહ્યું, હું લાંબા સમયથી કોઈ પણ બાબત પર ટિપ્પણી કરી રહ્યો નથી કારણ કે મહાગઠબંધનમાં વસ્તુઓ બરાબર ન હતી. હું મારા પક્ષના કાર્યકરો સહિત દરેકના અભિપ્રાયો અને સૂચનો મેળવી રહ્યો હતો. મેં તેમની બધી વાત સાંભળી અને આજે રાજીનામું આપી દીધું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ