બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar MLA Arjun Modhwadia arrived at Chopati

પોરબંદર / 'ગેરકાયદેસર રેતી ખનનના કારણે નદીના કાંઠાઓ ધોવાયા', વાવાઝોડું આવતા રાજનીતિનું વંટોળ, મોઢવાડિયાના ગંભીર આરોપ

Dinesh

Last Updated: 10:02 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે કહ્યું કે, વાવાઝોડા સમયે ડિઝાસ્ટરની કામગીરી સરકાર કરે છે પરંતુ તેને અટકાવવા માટેના પગલાં લેવાતા નથી.

  • પોરબંદરના ધારાસભ્ય ચોપાટી ખાતે પહોચ્યા 
  • અર્જુન મોઢવાડિયા પહોંચ્યા ચોપાટી ખાતે
  • વાવાઝોડા ને પગલે સમુદ્રમાં મળી રહ્યો છે કરંટ


અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડુ આગામી દિવસોમાં પોરબંદર સહિત ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાઈ શકે તેવી હવામાન વિભાગની આગાહી સંદર્ભે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ચોપાટીની મુલાકાત લીધી હતી અને દરિયામાં આવેલા કરંટની સ્થિતિ અંગે સમિક્ષા કરી હતી.

અર્જુન મોઢવાડિયાનો સરકાર પર ગંભીર આક્ષેપ
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે કહ્યું કે, વાવાઝોડા સમયે ડિઝાસ્ટરની કામગીરી સરકાર કરે છે પરંતુ તેને અટકાવવા માટેના પગલાં લેવાતા નથી. તેમણે કહ્યું કે, નદી કાંઠા પર ગેરકાયદેસર રેતી ખનન થાય છે તેમજ કાંઠાઓ ધોવાઇ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સુરત, વલસાડ અને નવસારીમાં દરિયા શહેર તરફ પહોંચી ગયો છે અને પોરબંદરમાં પણ સામાન્ય ભરતીમાં પણ ચોપાટીમાં પાણી ઘૂસી જાય છે તેમણે વધુમાં કહ્યું કે, સરકારે કાઠાંઓને મજબૂત કરવા જોઇએ જેથી દરિયાઇ કાંઠા વિસ્તારના લોકોને નુકસાન ન થાય. 

પોરબંદરમાં 5 પાર્કિંગ એરિયામાં 4500 જેટલી બોટને લાંગરવામાં આવી
પોરબંદરમાં નેવી, કોસ્ટ ગાર્ડ પોલીસ રેવન્યુ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી તમામ ટીમો સંકલનથી કામ કરી રહી છે તે સંદર્ભે કલેકટરએ જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા સરકારના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ પોરબંદર કાર્યરત છે. રાહત અને બચાવની કામગીરી માટે નેવી, કોસ્ટગાર્ડ, અને એનડીઆરએફની ટીમ પણ ખડેપગે છે ત્યારે તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની અસર પહોંચી વળવા પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે. જેમાં 5 પાર્કિંગ એરિયામાં 4500 જેટલી બોટને લાંગરવામાં આવી છે. દરિયા કિનારાના 31 જેટલા ગામોમાં પ્રાથમિક જરૂરિયાત મુજબના અંદાજે 3 હજાર જેટલા પરિવારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેઓને પરિસ્થિતિ અનુસાર આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવશે. જિલ્લામાં 297 જેટલા આશ્રય સ્થાનો ઉપરાંત ચાર સાયક્લોન સેન્ટર કાર્યરત છે. કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાની સેવાભાવી સંસ્થાઓનો પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. આ ઉપરાંત કલેક્ટરએ લોકોને પણ અપીલ કરી હતી કે, લોકોએ ખોટી અફવાઓમાં આવું નહીં, જરૂર જણાયે તાલુકા તથા જિલ્લાના કંટ્રોલરૂમનો સંપર્ક કરવો, જિલ્લા તંત્ર એક્શન મોડમાં છે.

'કર્મચારીઓ પણ સતત ફરજબદ્ધ છે'
આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ મીડિયાના મિત્રોને જણાવ્યું હતું કે, વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત ફરજબદ્ધ છે, પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા તથા ચોપાટી એ કોઈ લોકોએ જવું નહીં, નીચાણવાળા વિસ્તારો સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં જ્યારે સ્થળાંતર કરવાનું થાય ત્યારે સહયોગ આપવો. કોઈએ માછીમારી કરવા જવું નહીં, જરૂર જણાયએ 100 નંબર પર જાણ કરવી. પોલીસ તંત્ર સતત લોક સેવામાં કાર્યરત છે.
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ