બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Politics on Savarkar in Maharashtra: Several leaders including Shinde-Fadnavis switch DP

રાજકારણ / મહારાષ્ટ્રમાં સાવરકર પર રાજકારણ: શિંદે-ફડણવીસ સહિત અનેક નેતાઓએ બદલ્યાં DP, પૌત્રએ કહ્યું 'રાહુલ ગાંધી માફી માંગે નહીં તો...'

Priyakant

Last Updated: 10:10 AM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે, DyCM ફડણવીસ, શિવસેના-ભાજપ ગઠબંધનના અન્ય નેતાઓએ 'ગૌરવ યાત્રા' પહેલા  સોશિયલ મીડિયા એકાઉન્ટના DP  પર તેમની સાવરકરની તસવીર મૂકી

  • રાહુલ ગાંધીના સાવરકરને લઈ નિવેદન બાદ હવે રાજકીય ગરમાવો
  • મહારાષ્ટ્ર CM સહિતના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટના DP બદલ્યા 
  • સોશિયલ મીડિયા પર સાવરકરની તસવીર મુકવાની સાથે નેતાઓએ 'હું સાવરકર છું' લખ્યું 

રાહુલ ગાંધીના સાવરકરને લઈ નિવેદન બાદ હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે , નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના-ભાજપ ગઠબંધનના અન્ય નેતાઓ વી.ડી. સાવરકરના સમર્થનમાં 'ગૌરવ યાત્રા' પહેલા મંગળવારે તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપી (ડિસ્પ્લે પિક્ચર્સ) પર તેમની તસવીર મૂકી હતી. 

ભારતીય જનતા પાર્ટી BJP અને શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ જાહેરાત કરી છે કે, દેશ માટે સાવરકરના યોગદાનને સન્માનિત કરવા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તેમની (સાવરકર) ટીકાના જવાબમાં 30 માર્ચથી મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં સાવરકર ગૌરવ યાત્રા કાઢવામાં આવશે. સોશિયલ મીડિયા પર સાવરકરની તસવીર મુકવાની સાથે નેતાઓએ 'હું સાવરકર છું' અથવા 'આપણે બધા સાવરકર છીએ' એવું લખ્યું હતું.

તો શું પવારે કોંગ્રેસને વલણ નરમ કરવા કહ્યું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા  વી.ડી.સાવરકરની આકરી ટીકાને લઈને મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) ગઠબંધનમાં તણાવ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે આ મુદ્દે શિવસેનાની ચિંતાઓથી કોંગ્રેસ નેતૃત્વને શાંત કરવા દરમિયાનગીરી કરી હોવાનું સામે આવ્યું છે. વિપક્ષી નેતાઓએ કહ્યું કે, કોંગ્રેસ સાવરકરની ટીકા પર પોતાનું વલણ નરમ કરવા સંમત છે. સાવરકરની પાર્ટીની ટીકાએ મહારાષ્ટ્રમાં તેના સહયોગી NCP અને શિવસેના વચ્ચે અસ્વસ્થતા પેદા કરી છે.

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથેની તેમની વાતચીતમાં સાવરકરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને MVA સાથી પક્ષોમાં આ બાબતે સર્વસંમતિ છે. રાઉતે કહ્યું, MVA જોડાણ અકબંધ છે. જો કોઈ એવું વિચારે છે કે MVA તૂટી જશે, તો તે ખોટું છે.

વિપક્ષી નેતાઓની બેઠકમઅ ઉઠ્યો મુદ્દો 
સોમવારે ખડગે દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી નેતાઓની બેઠક દરમિયાન પવારે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે, સાવરકરને નિશાન બનાવવાથી MVAને કોઈ ફાયદો થશે નહીં એમ બેઠકમાં ભાગ લેનારા બે નેતાઓએ જણાવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. શિવસેનાના ઠાકરે જૂથના સાંસદોની બેઠક પછી, રાઉતે કહ્યું, લગભગ તમામ વિપક્ષી નેતાઓનું માનવું હતું કે સાવરકરનો મુદ્દો ઉઠાવવાની જરૂર નથી. આપણે નક્કી કરવાનું છે કે, મોદી કે સાવરકર સામે લડવું અને વધુ મૂંઝવણ ઊભી કરવી નહીં.

રાહુલે બેઠકમાં શું કહ્યું ? 
પવારે રાહુલ ગાંધીને એમ પણ કહ્યું કે, સાવરકર ક્યારેય આરએસએસના સભ્ય નહોતા અને રેખાંકિત કર્યું કે વિરોધ પક્ષોની અસલી લડાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે છે. વિપક્ષી નેતાઓએ કહ્યું કે રાહુલે બેઠકમાં કહ્યું કે,  સાવરકરનો મુદ્દો વૈચારિક સ્ટેન્ડ છે. તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ભારત રાષ્ટ્ર સમિતિના નેતાઓએ પણ શિવસેનાના ઠાકરે જૂથ સાથે સંપર્ક કર્યો હતો.  

મહત્વનું છે કે, ભાજપે રાહુલ ગાંધી પર બ્રિટનની મુલાકાત દરમિયાન ભારતને 'બદનામ' કરવાનો આરોપ લગાવ્યો છે અને તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી છે. લોકસભાના ભૂતપૂર્વ સભ્ય ગાંધીએ કહ્યું કે, તેઓ સાવરકર નથી અને માફી માંગશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ