બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Policeman in Ahmedabad complained of raping a woman with the lure of marriage
Vishal Khamar
Last Updated: 04:25 PM, 26 August 2023
ADVERTISEMENT
અમદાવાદનાં બાપુનગર ખાતે રહેતા અને કચ્છનાં ભૂજ જીલ્લાનાં દયાપર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દ્વારા યુવતીનેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા મહિલાએ બાપુનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમજ મહિલા અને પોલીસ કર્મી વચ્ચે છેલ્લા સાત વર્ષથી પ્રેમ સબંધ હતો. ત્યારે પોલીસકર્મીએ લગ્નની ના પાડતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ADVERTISEMENT
મહેન્દ્રનાં કહેવાથી યુવતીએ ગર્ભપાત કરાવ્યો હતો
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૂળ સૌરાષ્ટ્રની વતની અને અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં પોતાનાં પરિવાર સાથે રહે છે. ત્યારે યુવતી 2016 માં લગ્ન પ્રસંગમાં ગોમતીપુર વિસ્તારમાં આવી હતી. તે દરમ્યાન તેની મુલાકાત પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર ચાવડા સાથે થઈ હતી. લગ્ન પ્રસંગની મુલાકાત બાદ યુવતિ તેમજ મહેન્દ્ર ચાવડા વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. જે બાદ અવાર નવાક યુવતી અમદાવાદ આવે તે દરમ્યાન મહેન્દ્ર ચાવડાએ યુવતી સાથે શરીર સબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતિને ગર્ભ રહી જતા યુવતી ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ સમગ્ર બાબતે યુવતિએ મહેન્દ્રને વાતચીત કરતા મહેન્દ્રએ ગર્ભપાત કરાવી દીધો હતો. યુવતિ સરકારી નોકરીની તૈયારી કરતી હોઈ અવાર નવાર અમદાવાદ ખાતે આવતી હતી. તે દરમ્યાન પણ મહેન્દ્ર યુવતીને હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરીક સબંધ બાંધતો હતો.
મહેન્દ્રએ યુવતિ સાથે લીવ ઈન રિલેશનશીપનો કરાર કરી તરછોડી દીધી
યુવતી તેમજ મહેન્દ્ર વચ્ચે પ્રેમ સબંધમાં યુવતી ગર્ભવતી બની હતી. જે બાદ યુવતીએ ગર્ભપાત કરાવી દીધો હતો. જે બાદ યુવતીને માલુમ પડ્યું કે મહેન્દ્ર પરણીત છે. ત્યારે યુવતીએ ફરી લગ્નની વાત કરતા મહેન્દ્રએ તેની પત્નિ સાથે છૂટાછેડા લીધા બાદ લગ્ન કરીશું તેમ કરી લીવ ઈન રિલેશનશીપનો કરાર કર્યો હતો. પરંતું લીવ ઈન રિલેશનશીપનાં કરારનાં થોડા સમય બાદ મહેન્દ્રએ યુવતીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમજ તારે જે કરવું હોય તે કર તેમ કહી મહેન્દ્રએ યુવતીને તરછોડી દેતા યુવતીએ આ સઘળી વિગત તેનાં માતા-પિતાને જણાવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.