બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Police drive against wrong side driving in Ahmedabad

મહામંથન / હમ નહીં સુધરેગે.! ટ્રાફિક ડ્રાઈવ થશે તો જ લોકો નિયમો પાળશે? રોંગ સાઈડમાં જવાનું 'માતમ' કેમ?

Dinesh

Last Updated: 08:56 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાપાલિકાએ ટાયર કિલર બમ્પને પ્રાયોગિક ધોરણે લગાવ્યા કે જેથી જો કોઈ રોંગ સાઈડમાં વાહન હંકારે તો કિલર બમ્પથી ટાયર જ ફાટી જાય પરંતુ કદાચ લોકોને પણ બેજવાબદારીપૂર્વક વર્તન જોવા મળ્યું છે

 

  • અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન હંકારવા સામે પોલીસની ડ્રાઈવ
  • રોંગ સાઈડ વાહન હંકારતા અટકાવવા AMCએ પહેલ કરી
  • AMCએ ચાંદલોડિયા બ્રિજ નીચે ટાયર કિલર બમ્પ લગાવ્યા


અમદાવાદ પોલીસે શરૂ કરેલી ડ્રાઈવ અને લોકોની ટ્રાફિક સેન્સ કેટલી તે આપણે જાણીએ જ છીએ. તથ્ય પટેલે 9 જિંદગી હણી નાંખી તેના ઘાએ 9 મૃતકોના મનમાંથી તો રુઝાયા નહીં હોય ત્યારે હવે આવા બનાવ ન બને તે માટે અમદાવાદ મહાપાલિકા મોડે-મોડે પણ એક પહેલ કરી રહ્યું છે. અમદાવાદ મહાપાલિકાએ ટાયર કિલર બમ્પને પ્રાયોગિક ધોરણે લગાવ્યા કે જેથી જો કોઈ રોંગ સાઈડમાં વાહન હંકારે તો કિલર બમ્પથી ટાયર જ ફાટી જાય. પરંતુ કદાચ લોકોને પણ બેજવાબદારીપૂર્વક જ વર્તવું છે એટલે જ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર એવા દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં લોકો થોડા અંતર સુધી ન ફરવું પડે તે માટે થઈને રોંગ સાઈડમાં વાહન હંકારી રહ્યા હતા. વાત આટલેથી ન અટકી કારણ કે જે ચાંદલોડિયા બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવેલા હતા લોકો તેના પર પણ જાણે કંઈ બન્યું જ નથી તેમ વાહન હંકારતા હતા. કેટલાકે તો તેનો રસ્તો પણ શોધી લીધો કે જેમાં ટાયર કિલર બમ્પની નજીક વાહન આવે કે તરત જ વાહન ઉપરથી ઉતરી જવાનું અને પછી હળવેકથી વાહન દોરી જઈને રોંગ સાઈડમાં વાહન હંકારી મુકવાનું. આટઆટલી બેજવાબદારી પછી એવો સવાલ સ્વભાવિક થાય કે પોલીસ ગમે તેટલી ડ્રાઈવ કરે પરંતુ બેજવાબદાર લોકો દંડાની ભાષા સિવાય કોઈ ભાષા સમજશે ખરા.

પોલીસની ડ્રાઈવ 
માર્ગ અકસ્માતના અનેક બનાવ છતા રોંગ સાઈડમાં લોકો વાહન ચલાવે છે તેમજ અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન હંકારવા સામે પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી અને સોનીની ચાલીથી રામોલ સર્કલ સુધી પોલીસનું ચેકિંગ ચાલ્યું જેમાં રોંગ સાઈડ વાહન હંકારનારાઓને મેમો ફટકાર્યા હતો તેમજ ગમે ત્યાં વાહન પાર્ક કર્યું હોય તેને પણ ડિટેઈન કર્યા હતા

ટ્રાફિક સેન્સ દંડાથી જ આવશે?
અકસ્માત ટાળવા અમદાવાદ પોલીસ ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી છે તો બીજી તરફ અમદાવાદના બોપલ વિસ્તારમાં જુદી જ સ્થિતિ જોવા મળી છે.  VTV NEWSના રિયાલીટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે લોકો રોંગ સાઈડમાં વાહન હંકારી રહ્યા હતા અને લોકોને પૂછતા અવનવા બહાના બતાવી રહ્યા હતા. લોકોનો આશ્ચર્યજનક તર્ક હતો કે સીધા રસ્તે 2 કિલોમીટર ફરવું પડે છે. 2 કિલોમીટર ફરવું ન પડે માટે રોંગ સાઈડ વાહન હંકારવાનો તર્ક બતાવ્યો હતો તો કેટલાક લોકોને પૂછતા એવો તર્ક આપ્યો કે બધા રોંગ સાઈડ જ જાય છે.

કિલર બમ્પની પણ અસર નહીં!
અમદાવાદમાં રોંગ સાઈડ વાહન હંકારતા અટકાવવા AMCએ પહેલ કરી છે. AMCએ ચાંદલોડિયા બ્રિજ નીચે ટાયર કિલર બમ્પ લગાવ્યા તેમજ ટાયર કિલર બમ્પની પણ જાણે લોકો ઉપર કોઈ અસર નથી. ટાયર કિલર બમ્પ ઉપર પણ લોકો વાહન હંકારી રહ્યા હતા અને કેટલાક લોકો ટાયર ન ફાટે તે રીતે વાહન ઉપરથી ઉતરીને વાહન લઈ ગયા હતા. 


રોંગ સાઈડ ડ્રાઈવિંગનું પરિણામ જોઈ લો!
2022
રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 62 બનાવ

2021
રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 63 બનાવ

2020 
રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 63 બનાવ

2019
રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 62 બનાવ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ