બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi's stunning artwork made of 3200 nails won everyone's hearts

સૌરાષ્ટ્ર તમિલ સંગમ / 3200 ખીલીઓથી બનેલી PM મોદીની અદભૂત કલાકૃતિએ જીતી લીધા સૌ કોઈના દિલ, અમદાવાદના કલાકારની કારિગીરી ચમકી

Kishor

Last Updated: 05:53 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં અમદાવાદના સલીમ શેખએ ૩,૨૦૦ ખીલીઓ દ્વારા તૈયાર કરેલ કલાકૃતિ 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી' એ આકર્ષણ જમાવ્યું હતું.

  • સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં પીએમ મોદીની કલાકૃતિનું જબરું આકર્ષણ 
  • તમિલનાડુ અને ગુજરાતના ૬૫ કલાકારો-હસ્તકલાના કારીગરોની કૃતિઓનું પ્રદર્શન
  • પ્રદર્શન નિહાળી મુલાકાતીઓમાં અનેરો ઉત્સાહ 

સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ફક્ત બે પ્રદેશોના બાંધવોનો જ સંગમ નથી પરંતુ બે પ્રદેશોની કલા અને સંસ્કૃતિનો પણ અનોખો સંગમ છે. જેના ભાગરૂપે સોમનાથ સાગર દર્શનના પથિકા પરિસરમાં યોજાઈ રહેલા ઉત્સવમાં ગુજરાત અને તમિલનાડુના ૬૫ કલાકારો-કારીગરોની કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ શરુ રહ્યું છે. આ પ્રદર્શનમાં અમદાવાદના કલાકાર સલીમ શેખે ૩,૨૦૦ ખીલીઓમાંથી તૈયાર કરેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

PM Modi's stunning artwork made of 3200 nails won everyone's hearts

૨૨ દિવસમાં બનાવી નરેન્દ્ર મોદીની આબેહૂબ કલાકૃતિ

પેન્સિલ અને દિવાસળીની કલાકૃતિ તૈયાર કરવાં માટે જાણીતા સલીમ ભાઈ શેખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી હતી. જેની સફળતા બાદ તેઓએ જણાવ્યુ કે, મેં ક્યાંયથી પણ કલાની તાલીમ મેળવી નથી. હું જાતે જ અવનવી કલાકૃતિઓ બનાવું છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કૃતિ તૈયાર કરતા મને ૨૨ દિવસ જેટલો સમય થયો હતો. આ કૃતિ દ્વારા હું મારી કલા તેમને સમર્પિત કરુ છું.' 

સલીમ ભાઈની કલાને બિરદાવતા લોકો
સલીમ ભાઈ શેખે પેન્સિલમાં કોતરણી કરીને બિલોરી કાચમાંથી જ જોઈ શકાય તેવી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છબી પણ તૈયાર કરી છે, જે આ પ્રદર્શનમાં ખુલ્લી મૂકી હતી, જ્યાં મુલાકાતીઓમાં આ કૃતિ સાથે સેલ્ફી લેવાનું આકર્ષણ જોવાં મળી રહ્યું છે. અત્યાર સુધીમાં કાર્યક્રમમાં આવેલા સર્વે મંત્રીઓ અને અગેવાનોર દ્વારા પણ આ કૃતિમાં હસ્તાક્ષર કરી કલાના સાધક સલીમ ભાઈની કલાને બિરદાવવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ