બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi's meeting was held in Dhoraji after Varaval

નિવેદન / જે બહેને ગુજરાતને બદનામ કર્યું તેમના ખભે હાથ મૂક્યો: PM મોદીએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર

Malay

Last Updated: 02:02 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરાજીમાં સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેધા પાટકરનું નામ લીધા વિના કટાક્ષ કર્યો. તેમણે જનતાને કહ્યું કે, કોંગ્રેસવાળા મત માંગવા આવે ત્યારે એમને પૂછજો કે ક્યાં મોઢે તમે મત માંગવા આવ્યા છો?

 

  • વેરાવળ બાદ ધોરાજીમાં યોજાઈ PM મોદીની સભા
  • મેધા પાટકરનું નામ લીધા વિના કર્યા આકરા પ્રહાર
  • જે બહેને ગુજરાતને બદનામ કર્યું તેમના ખભે હાથ મૂક્યોઃ PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપરા ઉપરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે.

ધોરાજીમાં પીએમ મોદની યોજાઈ સભા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી સોમનાથ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરીને સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. જ્યાંથી વડાપ્રધાન રાજકોટના ધોરાજી પહોંચ્યા હતા. ધોરાજીમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું, બે દાયકાના આપણાં સંયુક્ત પુરુષાર્થનું પરિણામ છે, ભાજપને જનતાના અસીમ આશીર્વાદ મળી રહ્યા છે. ગુજરાતીઓના જોમ-જુસ્સાની સાથે નિર્માણ, નિકાસ અને રોકાણના કારણે મારા ગુજરાતનો ડંકો વિશ્વભરમાં વાગી રહ્યો છે.

પંડિત નહેરુંએ શિલાન્યાસ કર્યો અને મેં ઉદ્ધાટન કર્યુંઃ PM
PM મોદીએ કહ્યું કે, માં નર્મદા માટે કેટલા બધા ડખ્ખા થયા ભાઈઓ. પંડિત જવાહલાલ નહેરુંએ સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કર્યો હતો અને આ નરેન્દ્ર મોદીએ આવીને આ ડેમનું ઉદ્ધાટન કર્યું. તમે વિચાર કરો કેટલા રૂપિયા અને કેટલા સમય બરબાદ થયો. કેવા કેવા લોકો આ નર્મદાને આડે આવ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે, 'ગઈકાલે છાપામાં છપાયેલા કોંગ્રેસના એક નેતાનો ફોટો તમે જોયો હશે. જેમાં કોંગ્રેસના એક નેતા એક બહેનના ખભા પર હાથ મુકેલ જોવા મળી રહ્યા છે. આ નેતા, કોંગ્રેસ પાર્ટી ક્યાં મોઢે તમારી પાસે મત માંગવા આવે છે પૂછો એમને.'

પાણી ન પહોંચે એટલા માટે આંદોલનો કર્યા, ગુજરાતને બદનામ કરી નાખ્યુંઃ નરેન્દ્ર મોદી
તેમણે કહ્યું કે, 'આ નર્મદા અમારા કચ્છ-કાઠિયાવાડના લોકોને પીવાના પાણી માટે એક જ સાધન હતું, એ નર્મદાનું પાણી ત્રણ-ત્રણ દાયકા સુધી રોકી રાખ્યું. કોર્ટ-કચેરીમાં ઢસેડી ગયા, મુસીબતો ઉભી કરી અને પાણી ન પહોંચે એટલા માટે આંદોલનો કર્યા. ગુજરાતને એટલી હદે બદનામ કરી નાખ્યું કે દુનિયાભરમાંથી ગુજરાતને કોઈ પૈસા ન આપે. વર્લ્ડ બેંક ગુજરાતને પૈસા ન આપે એટલી હદે ગુજરાતને બદનામ કરી નાખ્યું.'  

PMએ કહ્યું- કોંગ્રેસ મત માંગવા આવે ત્યારે પૂછજો કે ક્યાં મોઢે મત માંગવા આવ્યા છો?
પીએમ મોદીએ કહ્યું કે, 'એક બહેન કે જેઓ આ આંદોલન ચલાવી રહ્યા હતા, તેમના ખભે હાથ મુકીને કોંગ્રેસના એક નેતા પદયાત્રા કરી રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ મત માંગવા આવે ત્યારે તેમને પૂછજો તમને ક્યાં મોઢે અમારી પાસે મત માંગવા આવ્યો છો? તમે લોકો નર્મદાને અટકાવાનારા લોકોના ખભે હાથ મુકીને પદયાત્રાઓ કાઢી રહ્યા છો, તમે આવનારા દિવસોમાં ગુજરાતને કેટલું બરબાદ કરવાના છો તેનું આ ઉદાહરણ છે. આવા લોકોને પૂછજો ક્યાં મોઢે મત માગો છો.'

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ