બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / PM Modi holds bilateral talks with his Nepalese counterpart Sher Bahadur Deuba in Lumbini

વિદેશ મુલાકાત / ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં PM મોદી અને નેપાળના પીએમ દેઉબા વચ્ચે થયા 6 મોટા કરાર, જાણો કયા કયા

Hiralal

Last Updated: 03:59 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં નેપાળના પીએમ શેર બહાદુર દેઉબા સાથે કરી દ્વિપક્ષીય વાટાઘાટા કરી.

  • પીએમ મોદીએ નેપાળના પીએમ શેર બહાદુર દેઉબા સાથે કરી દ્વિપક્ષીય વાટાઘાટા
  • ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં બન્ને નેતાઓ વચ્ચે થઈ ચર્ચા
  • ભારત અને નેપાળ વચ્ચે થયા 6 કરાર
  • નવા ક્ષેત્રોની શોધ કરવા અને હાલના સહકારને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા
  • વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને આપી માહિતી

પીએમ મોદીએ સોમવારે ભગવાન ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની ખાતે તેમના નેપાળી સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.બંને નેતાઓએ બહુઆયામી દ્વિપક્ષીય ભાગીદારીમાં નવા ક્ષેત્રોની શોધ કરવા અને હાલના સહકારને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

મહામાયા દેવી મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ શેર બહાદુર દેઉબાને મળ્યા
પીએમ દેઉબાના આમંત્રણ પર પીએમ મોદી બુદ્ધ પૂર્ણિમાના પ્રસંગે હિમાલયના દેશના લુમ્બિની પહોંચ્યા હતા. અહીંના મહામાયા દેવી મંદિરમાં પ્રાર્થના કર્યા પછી તેઓ તેમના નેપાળી સમકક્ષ શેર બહાદુર દેઉબાને મળ્યા.

બન્ને નેતાઓ વચ્ચે આ ચર્ચા થઈ 
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે લુમ્બિનીમાં દ્વિપક્ષીય વાતચીત કરી. આ આપણી બહુઆયામી ભાગીદારીમાં ચાલી રહેલા સહયોગને મજબૂત કરવા અને નવા ક્ષેત્રોની શોધ કરવાની તક છે. બંને નેતાઓએ જળવિદ્યુત અને કનેક્ટિવિટી જેવા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવાની ચર્ચા કરી હતી." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નેપાળની તેમની મુલાકાત અગાઉ તેમની મુલાકાતનો ઉદ્દેશ બંને દેશો વચ્ચેના સમયપરીક્ષિત સંબંધોને વધુ ગાઢ બનાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, બંને પક્ષો હાઇડ્રોપાવર, વિકાસ અને કનેક્ટિવિટી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે સમજૂતીને આગળ વધારશે.

ભારત અને નેપાળ વચ્ચે થયા 6 કરાર

ભારત અને નેપાળ વચ્ચે 6 કરાર થયા છે. નેપાળની મુલાકાત પહેલા જારી કરેલા એક નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, "નેપાળ સાથેના અમારા સંબંધો અનોખા છે. ભારત અને નેપાળ વચ્ચેનાં સાંસ્કૃતિક અને લોકો વચ્ચેનાં સંબંધો આપણાં ગાઢ સંબંધોનાં મજબૂત માળખા પર નિર્ભર છે. 2014 બાદ વડાપ્રધાન મોદીની આ પાંચમી નેપાળ યાત્રા છે. વડાપ્રધાન મોદી અને તેમની ટીમ સોમવારે સવારે ઉત્તર પ્રદેશના કુશીનગરથી ભારતીય વાયુસેનાના વિશેષ હેલિકોપ્ટર દ્વારા લુમ્બિની પહોંચ્યા હતા. તેઓ આજે સાંજે 4 વાગ્યે દેશ પરત ફરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ