PM Modi In Australia News: દ્વિપક્ષીય બેઠક દરમિયાન PM મોદી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો, ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય બંને દેશો વચ્ચેનો જીવંત સેતુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસના પ્રવાસે
બંને દેશોએ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા
અમારા અને ઓસ્ટ્રેલિયાના સંબંધો T20 મોડમાં બદલાઈ ગયા: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસના પ્રવાસે છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઑસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનિસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા. બેઠક બાદ બંને દેશોએ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ એન્થોની અલ્બેનિસને ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી.
બંને દેશોએ MOU પર કર્યા હસ્તાક્ષર
PM મોદીએ MOU પર હસ્તાક્ષર કર્યા પછી કહ્યું, ક્રિકેટની દ્રષ્ટિએ અમારા અને ઓસ્ટ્રેલિયાના સંબંધો T20 મોડમાં બદલાઈ ગયા છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય બંને દેશો વચ્ચેનો જીવંત સેતુ છે. આજે વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથેની વાતચીતમાં અમે આગળના પગલાં અંગે ચર્ચા કરી. દાયકામાં અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા વિશે વાત કરી. નવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની શક્યતાઓ વિશે વિગતવાર ચર્ચા કરી.
મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો
દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાને ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. વડાપ્રધાન અલ્બેનીઝ સાથેની મુલાકાત બાદ તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા અને અલગતાવાદી તત્વોની ગતિવિધિઓ અંગે અમે પહેલા પણ વાત કરી હતી અને આજે પણ વાત કરી છે. આવા તત્વોને તેમના વિચારો અને કાર્યોથી ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધો બગાડવાની મંજૂરી આપી શકાય નહીં. હું વડાપ્રધાન અલ્બેનીઝને તેમણે લીધેલા પગલાં માટે આભાર માનું છું. આ સાથે તેમણે ખાતરી આપી છે કે, ભવિષ્યમાં પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
#WATCH | PM Anthony Albanese and I have in the past discussed the issue of attack on temples in Australia and activities of separatist elements. We discussed the matter today also. We will not accept any elements that harm the friendly and warm ties between the India-Australia… pic.twitter.com/CJxdU64upC
PM મોદીને ગાર્ડ ઓફ ઓનર
બુધવારે પીએમ મોદીને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એડમિરલ્ટી હાઉસ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સિડનીના એડમિરલ્ટી હાઉસમાં વિઝિટર બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
PM મોદીએ ભારતીય વસાહતીઓને સંબોધિત કર્યા
બુધવારે PM મોદીના ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસીય પ્રવાસનો છેલ્લો દિવસ છે. આ પહેલા મંગળવારે PM મોદીએ સિડનીના એરેના સ્ટેડિયમમાં મેગા શો કર્યો હતો. આ દરમિયાન PM મોદીએ 20000થી વધુ ભારતીયોને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં PM મોદીએ પરસ્પર વિશ્વાસ અને આદરને ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના ગાઢ સંબંધોનો પાયો ગણાવ્યો હતો અને આ માટે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય ડાયસ્પોરાને શ્રેય આપ્યો હતો.
શું કહ્યું PM મોદીએ ?
વડાપ્રધાને સંબોધન દરમિયાન કહ્યું, પહેલાં એવું કહેવામાં આવતું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો 3C, કોમનવેલ્થ, ક્રિકેટ અને કરી દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પછી કહેવામાં આવ્યું હતું કે, અમારા સંબંધો લોકશાહી, ડાયસ્પોરા અને મિત્રતા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. કેટલાક લોકો એમ પણ કહ્યું કે, અમારા સંબંધો ત્રણ ઈ-ઊર્જા, અર્થતંત્ર અને શિક્ષણ પર નિર્ભર છે, પરંતુ હું માનું છું કે, ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધો આનાથી આગળ છે તે પરસ્પર વિશ્વાસ અને પરસ્પર સન્માન છે. PM મોદીએ મંગળવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયાની ટોચની કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી. બેઠકો દરમિયાન પ્રધાનમંત્રીએ ટેક્નોલોજી, કૌશલ્ય અને સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં ભારતીય ઉદ્યોગ સાથે સહયોગ વધારવા હાકલ કરી હતી.