બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / PM Modi gets emotional when women of Deodar take ovarana

બનાસકાંઠા / VIDEO: દિયોદરની મહિલાઓએ ઓવારણાં લેતા ભાવુક થઈ ગયા PM મોદી, કહ્યું હું મનના ભાવ રોકી ન શક્યો

ParthB

Last Updated: 02:57 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે,જ્યારે બનાસકાંઠાની માતાઓ અને બહેનો મારા ઓવારણાં લીધા ત્યારે હું મારી ભાવનાઓને કંટ્રોલ ન કરી શક્યો

  • દિયોદરની મહિલાઓએ ઓવારણાં લેતા PM મોદી થયા ભાવુક 
  • માતાઓ ઓવારણાં લીધા ત્યારે હું ભાવનાઓને કંટ્રોલ ન કરી શક્યો 
  • PM મોદીએ લોકાર્પણ  બનાસ ડેરીના પ્લાન્ટનું કર્યું 

દિયોદરની મહિલાઓએ ઓવારણાં લેતા PM મોદી થયા ભાવુક
સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું આજે PM નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે પીએ મોદીએ તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે,મારા જીવન પહેલીવાર એવું બન્યું છે કે, એક સાથે દોઢ થી બે લાખ માતાઓ અને બહેનોએ આજે  અમને સૌને આર્શીવાદ આપી રહ્યાં છે.  

જગદંબાની ભૂમિની માતાઓના આર્શીવાદ મારા માટે અનમોલ આર્શીવાદ છે

અને જ્યારે મહિલાઓ ઓવારણાં લેતી હતી. ત્યારે હું મારા મનની ભાવનાઓને રોકી ના શક્યો. આપના આર્શીવાદ મા જગદંબાની ભૂમિની માતાઓના આર્શીવાદ મારા માટે અનમોલ આર્શીવાદ છે. અનમોલ શક્તિનું કેન્દ્ર છે. અનમોલ ઉર્જાનું કેન્દ્ર છે. હું બનાસની સૌ માતા અને બહેનોને શ્રધ્ધાપૂર્વક નમન કરું છું.

થોડુ હિન્દીમાં બોલીને ગુજરાતીમાં બોલીશ- પીએમ મોદી
આ પસંગે પ્રધાનમંત્રીએ 'નમસ્તે, તમે બધા મજામાં' કહીને સંબોધનની શરૂઆત કરી હતી. મા નડેશ્વરી અને મા અંબાની આ પાવન ધરતીને શતશત નમન કરી મજાક કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, થોડુ હિન્દીમાં બોલીને ગુજરાતીમાં બોલીશ, બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા. આપની ક્ષમા અને મંજૂરી સાથે થોડુ હિન્દી બોલુ છું.

બનાસ ડેરી દેશભરમાં આવા અનેક પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે: વડાપ્રધાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ભારતમાં ગ્રામ્ય અર્થતંત્ર કેવી રીતે મજબૂત થઈ શકે, માતાઓ અને બહેનોનું સશક્તિકરણ, સહકારી ચળવળ કેવી રીતે આત્મનિર્ભર ભારત અભિયાનને બળ આપી શકે, આ બધું અહીં પ્રત્યક્ષપણે અનુભવી શકાય છે. બનાસ ડેરી સંકુલ, ચીઝ અને વ્હી પ્લાન્ટ, જે તમામ ડેરી ક્ષેત્રના વિસ્તરણમાં મહત્વપૂર્ણ છે. બનાસ ડેરીએ પણ સાબિત કર્યું છે કે, સ્થાનિક ખેડૂતોની આવક વધારવા માટે અન્ય સંસાધનોનો ઉપયોગ કરી શકાય છે. આજે અહીં એક બાયો-સીએનજી પ્લાન્ટ સમર્પિત કરવામાં આવ્યો છે અને 4 ગોબર ગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. બનાસ ડેરી દેશભરમાં આવા અનેક પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. કંચન માટે સરકારના કચરાના અભિયાનને મદદ કરવા માટે આ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ