બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM modi 3rd programme in Rajsthan, talked about Jal Jan Abhiyan through video conference

રાજનીતિ / અબકી બાર રાજસ્થાન.! PM મોદીએ 20 દિવસમાં યોજ્યા 3 મોટા કાર્યક્રમ, જળ જન અભિયાનની કરી શરૂઆત

Vaidehi

Last Updated: 06:44 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ આજે રાજસ્થાનમાં વીડિયો કોન્ફેરેન્સ થકી 'જળ જન અભિયાન' પ્રસંગે જનસંબોધન કર્યું.

  • PM મોદીએ રાજસ્થાનમાં કર્યું જનસંબોધન
  • વીડિયો કોન્ફેરેન્સ થકી સમજાવ્યું જળનું મહત્વ
  • 'જળ જન અભિયાન' પર બોલ્યાં પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળ સંરક્ષણને ભારત માટે મહત્વની જવાબદારી જણાવીને ગુરુવારે કહ્યું કે આ આપણી સહિયારી જવાબદારી છે, આપણને દેશવાસીઓમાં જળ સંરક્ષણનાં મૂલ્યો પ્રતિ ફરીથી આસ્થા જગાવવી પડશે. તેમણે જનસંબોધનમાં કહ્યું કે આપણને દરેક એવી વિકૃતિને દૂર કરવું પડશે જે જળ પ્રદૂષણનું કારણ બને છે. તેમણે રાજસ્થાનનાં આબૂ રોડ પર બ્રહ્માકુમારી સંસ્થાનનાં જળ જન અભિયાનની શરૂઆતને લઈને આયોજિત કાર્યક્રમને ડિજિટલી સંબોધિત કર્યું હતું.

PM મોદીએ કર્યું જનસંબોધન
PM મોદીએ કહ્યું કે, 'જળ જન અભિયાન' એવા સમયે શરૂ થઈ રહ્યું છે જ્યારે પાણીની ઓછપ સમગ્ર વિશ્વમાં ભવિષ્યનાં સંકટનાં રૂપે જોવામાં આવી રહી છે. 21મી સદીમાં દુનિયા આ વાતની ગંભીરતાને સમજી રહી છે કે આપણી ધરતીની પાસે જળ સંસાધન કેટલો સીમિત છે.

'આજે દેશ 'જલ કો કલ'નાં રૂપમાં જોઈ રહ્યું છે'
આટલી મોટી આબાદીનાં કારણે જળ સુરક્ષા ભારત માટે પણ એક મહત્વપૂર્ણ જવાબદારી છે અને આપણાં સૌની આ સહિયારી જવાબદારી છે. તેથી આઝાદીનાં અમૃતકાળમાં આજે દેશ 'જલ કો કલ'નાં રૂપમાં જોઈ રહ્યું છે. જળ રહેશે ત્યારે જ આવતીકાલ રહેશે અને તેના માટે આપણે સૌએ સાથે મળીને આજથી જ પ્રયાસ કરવાનાં રહેશે. 

જન ભાગીદારીને નવી શક્તિ મળશે- PM
તેમણે કહ્યું કે, 'મને સંતોષ છે કે જળ સંરક્ષણનાં સંકલ્પને હવે દેશ એક આંદોલનનાં રૂપમાં આગળ વધારી રહ્યું છે. બ્રહ્મકુમારીએ આ જળ જન અભિયાનથી જન ભાગીદારીનાં આ પ્રયત્નોને નવી શક્તિ મળશે.' પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'ભારતનાં ઋષિઓએ હજારો વર્ષો પહેલાં પ્રકૃતિ, પર્યાવરણ તેમજ પાણની લઈને સંયમિત, સંતુલિત અને સંવેદનશીલ વ્યવસ્થાનું સૃજન કર્યું હતું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ