બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Travel / Plan your Tour at waghai Botanical garden at Gujarat dang

પ્રવાસ / વીકેન્ડમાં ફરવા જવા માટે પહોંચી જાઓ ગુજરાતના ડાંગની આ જગ્યાએ, નહીં આવે અન્ય કોઈ સ્થળની યાદ

Bhushita

Last Updated: 11:35 AM, 30 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીકેન્ડમાં ફરવા જવાનો પ્લાન હોય તો પહોંચી જાઓ ગુજરાતના ડાંગમાં. અહીંનો બોટનિકલ ગાર્ડન દેશ વિદેશમાં વસતા પ્રવાસીઓેને આકર્ષે છે. કુદરત પ્રેમીઓ માટે આ એક સુંદર સ્થળ છે. જો તમે બાળકો કે વડીલો સાથે પણ પ્લાન કરો છો તો આ સ્થળ વીકેન્ડમાં નજીકનું બેસ્ટ પ્લેસ બની શકે છે. આ બોટનિકલ ગાર્ડન અમૂલ્ય દુર્લભ વનસ્પતિઓ અને વૃક્ષોનો ખજાનો ધરાવે છે.

અમદાવાદથી આશરે 370 કિમીના અંતરે આવેલો ડાંગનો આ ગાર્ડન લગભગ 24 હેક્ટરમાં ફેલાયેલો છે. તેમાં કુલ 11 ગાર્ડન છે. અહીં દુર્લભ ઔષધિઓનો ભંડાર છે. ગાર્ડનમાં ગ્રીન પ્લાન્ટ છે જે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં જે વૃક્ષો છે તે હંમેશા ગ્રીન જ રહે છે. તમે અહીં આવ્યા બાદ ઠંડક અનુભવવાની સાથે ફ્રેશનેસ પણ અનુભવશો. વૃક્ષો જોઈને તમને જાણે અલગ જ કૂતુહલ અનુભવાશે. વૃક્ષોની સાથે સાથે તમે અહીં આરોગ્ય વન, બામ્બુ પ્લોટ, ટેક્ષોનોમી પ્લોટ, ડ્રાય ડેસીક્યુઅસ પ્લોટ, સ્કલ થોર્ન ફોરેસ્ટ, ડાંગ પ્લોટ, મોઇસ્ટ ડેસીક્યુઅસ પ્લોટ, ઇન્ટર પ્રિટેશન સેન્ટર અને ગ્રીન હાઉસને પણ માણી શકો છો.

ગાર્ડનમાં મળશે આ જાણકારી

૪૨ પ્રકારની જાતોનો સમાવેશ કરતા સૂકું પાનખર જંગલ પણ અહીં આવેલું છે. જેમાં ટર્મીનેલીયા, એનોગાયસીસ, ડાયોસપાયરસ સેમી કાર્પસનો સમાવેશ થયો છે. સ્ક્રબ અને કાંટાળા જંગલમાં ૧૦૧ જાતો જોવા મળે છે. રણ પ્રદેશના જંગલ વિભાગમાં કેપરીસ, ટમચીક્ષ, ટેકોમેલા, યુફોરબીયા, પેરેનીયલ ઘાચી જેવી વનસ્પતિઓ આવેલી છે. વિશ્વમાં વાંસની લગભગ ૧૦૦ જાતો છે, જેમાંથી ૨૧ જાતો ભારતમાં જોવા મળે છે. આ ૨૧ જાતોમાંથી પાંચ જાતો વઘઈના બોટનિક્લ ગાર્ડનમાં છે.

વનસ્પતિક દવાઓના વિભાગમાં અનેક એવી વનસ્પતિ છે. જે દવાઓ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. પામ વિભાગમાં પામની સાત જાતો જોવા મળે છે. ઓર્કિડ મ્યુઝિયમમાં ઓર્કિડની જુદી-જુદી અનેક જાતો જોવા મળે છે. મુલાકાતીઓને ગાર્ડનની સંપૂર્ણ માહિતિ મળી રહે તે માટે વિશાળ પુસ્તકાલય બનાવાયું છે. ગુજરાતમાં મોટાભાગે દુર્લભ ગણાતા વૃક્ષો અહીં જોવા મળે છે. લગભગ 3 લાખથી પણ વધારે વૃક્ષો આ ગાર્ડનમાં જોવા મળી શકે છે. 

પ્રવાસીઓને મળે છે આ સુવિધાઓ

બોટનિકલ ગાર્ડનમાં આવનારા પ્રવાસીઓની સુવિધા માટે કેન્ટીન, ટોઇલેટ, લાઇબ્રેરી, તથા રહેવાની સગવડ પણ કરવામાં આવી છે. સંશોધનકર્તા અને પ્રવાસીઓ માટે ખાસ ગાઇડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્થાનિક ડાંગીઓને રોજગારી મળી રહે તેવા આશયથી ડાંગી વસ્તુનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ગાર્ડનને ડિજિટાઇઝ કરાયું છે.’ તો માણી લો આ બોટનિકલ ગાર્ડનની મજા. 


કેવી રીતે પહોંચશો.

સૌથી નજીકનું સ્ટેશન વઘઈ છે. 
નજીકનું એરપોર્ટ સુરત છે. અહીંથી તમે પ્રાઈવેટ વાહનની મદદથી પહોંચી શકો છો.
આ સિવાય તમે પોતે વાહન હાયર કરીને કે જાતે ડ્રાઈવ કરીને પણ જઈ શકો છો. 

નોંધ- તમામ તસવીરો વઘઈ બોટેનિલ ગાર્ડનની સાઈટ પરથી લેવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ