બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / phone charging on public places FBI warning dont do this mistake hacking alert

ચેતવણી / ટ્રાવેલિંગ દરમ્યાન પબ્લિક ચાર્જરનો ઉપયોગ ટાળવો, નહીં તો..., FBIએ જાહેર કર્યું એલર્ટ

Bijal Vyas

Last Updated: 05:24 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hacking alert: ફોનમાં ચાર્જિંગ ઓછો હોવા પર તમે પણ ફોનને રેલ્વે સ્ટેશન, એરપોર્ટ અથવા કોઈપણ હોટેલમાં હાજર પબ્લિક ચાર્જરમાં મૂકો છો? તો થઇ જજો એલર્ટ..!

  • ફોનને પબ્લિક ચાર્જરથી ચાર્જ કરવો એ એક મોટું જોખમ બની શકે છે
  • હેકર્સ માટે પબ્લિક ચાર્જર એક નવું હથિયાર બન્યુ
  • ફોનનો પાસવર્ડ વારંવાર બદલતા રહો

Hacking alert: અત્યારે ફોન દરેકના જીવનનો એક જરુરી ભાગ બની ગયો છે, અને આપણે તેને આપણાથી દૂર રાખવાનું વિચારી પણ શકતા નથી. આ જ કારણ છે કે આપણે તેને હંમેશા ફુલ ચાર્જ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી ફોન બંધ ન થાય અને આપણું કામ ના અટકે. ઘણી વખત આપણે ફોનને રેલ્વે સ્ટેશન, એરપોર્ટ અથવા કોઈપણ હોટેલમાં હાજર પબ્લિક ચાર્જરમાં લગાવીએ છીએ, જેથી મુસાફરી દરમિયાન ફોન ડિસ્ચાર્જ ન થાય. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે જો તમે આ કરો છો તો સમજો કે તમે જોખમને આમંત્રણ આપી રહ્યા છો.

હકીકતમાં ફોનને પબ્લિક ચાર્જરથી ચાર્જ કરવો એ એક મોટું જોખમ બની શકે છે. FBIએ આ માટે લોકોને એલર્ટ કર્યા છે. એફબીઆઈ દ્વારા મળેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં તમારી પાસે અન્ય ચાર્જર છે ત્યાં લોકોએ સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન પર તેમના ફોનને ચાર્જ કરવાનું ટાળવું જોઈએ.

મોબાઇલમાં ચાર્જિંગ સ્પીડ ઓછી હોય તો જાણી લો આ આસાન ઉપાય, સેફટીની સાથે બેટરી  પણ ફટાફટ થઇ જશે ફૂલ | phone charging slowly here how to fix how to charge  android smartphone

અત્યારના સમયમાં હેકર્સ માટે પબ્લિક ચાર્જર એક નવું હથિયાર બની ગયું છે અને તેઓ તેમાં માલવેરવાળા ડિવાઇસને પ્લગ કરી દે છે. તેનો ઉપયોગ વ્યક્તિગત ડેટા અને તમારા પૈસાની ચોરી કરવા માટે પણ થઈ શકે છે.

આ હુમલામાં જ્યુસ જૈકિંગ નામનો શબ્દ પણ સામે આવ્યો છે, જેનો ઉપયોગ હેકર્સ દ્વારા ચાર્જિંગ ઉપકરણોને માલવેરથી સંક્રમિત કરવા માટે કરવામાં આવે છે.

હેકર્સની આ ટ્રિક ખૂબ જ સરળ છે, અને લોકો સામાન્ય રીતે કંઈપણ ખોટી શંકા કરતા નથી. પરંતુ તાજેતરના ભૂતકાળમાં બનેલી ઘટનાઓએ આ ચાર્જિંગ સ્ટેશનો દ્વારા ઊભા થયેલા જોખમને બતાવ્યુ છે.

ખાસ કરીને જ્યારે FBI સલાહનો શેર કરી છે કે જે ચોક્કસપણે ધ્યાન આપવા યોગ્ય છે, તે લોકોએ પણ જેમણે અત્યાર સુધી આ વાતને ગંભીરતાથી લીધી નથી. 

Topic | VTV Gujarati

શું છે Juice Jacking? 
જ્યૂસ જૈકીંગ એ યુઝર્સ પર હુમલો કરવાની એક સરળ રીત બની જાય છે, કારણ કે લોકોને હંમેશા તેમના ફોનને ચાર્જ કરવા માટે જરૂર પડશે, ખાસ કરીને જ્યારે તેઓ બહાર અને આસપાસ હોય, એટલે કે મુસાફરી કરી રહ્યાં હોય.

કેવી રીતે બચાવ કરવો? 
સામાન્ય રીતે  પબ્લિક ચાર્જિંગ યુનિટમાં તે લોકો ચાર્જ કરે છે જેમણે કાં તો તેમના સામાનમાં એડોપ્ટર પેક કર્યું છે અથવા લાવવાનું ભૂલી ગયા છે. આ પ્રકારના હેકિંગનો ભોગ બનવાથી બચવાનો બેસ્ટ રસ્તો એ છે કે તમારું પોતાનું ચાર્જર કેબલ સાથે રાખવું. ઉપરાંત, તમારો પાસવર્ડ સતત બદલતા રહો, અને ઓનલાઈન એકાઉન્ટ માટે માત્ર સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ