બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Petrol will vanish from India after 5 years, Nitin Gadkari claims

ભવિષ્યનું ભારત / કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના દાવાથી કાર ચાલકોનું ટેન્શન થઈ જશે દૂર, પણ થોડી રાહ જોવી પડશે, જાણો શું બોલ્યાં

Hiralal

Last Updated: 02:41 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીનો દાવો છે કે આગામી પાંચ વર્ષમાં દેશમાં પેટ્રોલથી ચાલતા વાહનો નહીં જોવા મળે અને તેને બદલે ઈલેક્ટ્રીક વાહનો જોવા મળશે.

  • કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીનો મોટો દાવો
  • આગામી પાંચ વર્ષમાં નહીં દેખાય એક પણ પેટ્રોલથી ચાલતી ગાડી
  • ગ્રીન ઈંધણ પેટ્રોલની જરુર ખતમ કરી દેશે 
  • પાંચ વર્ષ પછી ભારતમાં પેટ્રોલની જરુર જ નહીં રહી હોય

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ એવો દાવો કર્યો છે કે આગામી પાંચ વર્ષમાં ભારતના રસ્તાઓ પરથી પેટ્રોલ કાર ગાયબ થઈ જશે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે પાંચ વર્ષ બાદ ભારતમાં પેટ્રોલની જરૂર નહીં પડે કારણ કે ભારતમાં ગ્રીન ઈંધણ પેટ્રોલની જગ્યા લઈ લેશે. 

થોડાં જ વર્ષોમાં ગ્રીન ઈંધણ પેટ્રોલનું સ્થાન લઈ લેશે

ગડકરીએ કહ્યું કે ગ્રીન ફ્યૂલ આવનારા સમયમાં પેટ્રોલની જરૂરિયાતને ખતમ કરી દેશે. તેમણે દાવો કર્યો હતો કે થોડા વર્ષો પછી દેશમાં માત્ર કાર જ નહીં પરંતુ સ્કૂટર પણ ગ્રીન હાઈડ્રોજન, ઈથેનોલ ફ્લેક ફ્યુઅલ, સીએનજી અથવા એલએનજી પર ચાલશે.  ગડકરીએ પોતાના સંબોધનમાં હાઇડ્રોજન, ઇથેનોલ અને અન્ય લીલા ઇંધણના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો.

સ્કૂટર ગ્રીન હાઇડ્રોજન પર અથવા ઇથેનોલ ફ્લેક ઇંધણ પર ચાલશે 
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, સંપૂર્ણ વિશ્વાસ સાથે હું કહેવા માંગુ છું કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં પેટ્રોલ ગાયબ થઈ જશે. તમારી કાર અને સ્કૂટર ગ્રીન હાઇડ્રોજન પર અથવા ઇથેનોલ ફ્લેક ઇંધણ, સીએનજી અથવા એલએનજી પર ચાલશે. ગડકરીએ કૃષિ ક્ષેત્રના સંશોધકોને આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રનો વિકાસ દર હાલના 12 ટકાથી વધારીને 20 ટકા કરવાની અપીલ કરતાં ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ પ્રતિભાશાળી છે. તેમને નવી સંશોધન અને નવી તકનીકીના સંપર્કમાં આવવાની અને એક વલણ બનાવવાની જરૂર છે.

ઇલેક્ટ્રિક વાહનોના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થશે
ગડકરીએ અગાઉ 17 જૂને કહ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનોના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થશે. તેમણે દાવો કર્યો હતો કે, આગામી એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના ભાવ પેટ્રોલ કારના ભાવ બરાબર થઇ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર ડીઝલ અને પેટ્રોલના વિકલ્પ તરીકે પાકના નકામા હિસ્સામાંથી ઇથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહિત કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ