બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / petrol pumps fraud in india check zero fuel density fraud fuel adulteration

તમારા કામનું / પેટ્રોલ પંપ વાળો બોલે કે ઝીરો ચેક કરો... તો આંકડા પર પણ જરૂર નાંખજો નજર, નહીં તો છેતરાઈ જશો

Manisha Jogi

Last Updated: 03:49 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ ભરાવતા પહેલા ઝીરો ચેક કરવાનું કહેવામાં આવે છે. પેટ્રોલ પંપ પર ઝીરોની સાથે ફ્યૂઅલ ડેંસિટી પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ફ્યૂઅલ ડેંસિટીમાં કોઈપણ પ્રકારની ગરબડ હોય તો તાત્કાલિક ફરિયાદ કરવી.

  • પેટ્રોલ-ડીઝલ ભરાવતા પહેલા ઝીરો ચેક કરવાનું કહેવામાં આવે છે
  • ઝીરોની સાથે ફ્યૂઅલ ડેંસિટી પર પણ ધ્યાન આપવું જરૂરી
  • કોઈપણ પ્રકારની ગરબડ હોય તો તાત્કાલિક ફરિયાદ કરવી

પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ ભરાવતા પહેલા ઝીરો ચેક કરવાનું કહેવામાં આવે છે. ઝીરોથી શરૂ થાય પરંતુ મીટરમાં પહેલેથી રકમ એન્ટર કરવામાં આવી હોય તો તમારી સાથે ઠગી થઈ શકે છે. ફ્રોડથી બચવા માટે ઝીરો ચેક કરવું જરૂરી છે? પેટ્રોલ પંપ પર ઝીરોની સાથે ફ્યૂઅલ ડેંસિટી પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ફ્યૂઅલ ડેંસિટીમાં કોઈપણ પ્રકારની ગરબડ હોય તો તાત્કાલિક ફરિયાદ કરવી. તમારી ફરિયાદ પર કાર્યવાહી કરવામાં ના આવે તો તમે કન્ઝ્યૂમર ફોરમમાં કેસ દાખલ કરી શકો છો. 

ફ્યૂઅલ ડેંસિટીથી પેટ્રોલ શુદ્ધ છે કે નહીં તે જાણી શકાય છે. ફ્યૂઅલ ડેંસિટી સરકારે નક્કી કરેલ સીમા જેટલી જ હોવી જોઈએ, જો ફ્યૂઅલ ડેંસિટી આ સીમા કરતા વધુ કે ઓછી હોય તો તેમાં ભેળસેળ કરેલી છે, તેવું માનવામાં આવે છે. 

પેટ્રોલ ડેંસિટી
પેટ્રોલ ડેંસિટી પ્રતિ ક્યૂબુક મીટર 730થી 800 સુધીની હોવી જોઈ જોઈએ. ડેંસિટી પ્રતિ ક્યૂબુક મીટર 730થી ઓછી હોય તેમાં પાણી તથા અન્ય વસ્તુ મિશ્ર કરવામાં આવી છે, તેવું માનવામાં આવે છે. જેના કારણે કારના એન્જિનને નુકસાન થઈ શકે છે. 

વધુ વાંચો: ટાટાની કંપનીએ એકઝાટકે કર્યું 71 હજાર કરોડનું મોટું એલાન: જોતાં રહી ગયા અદાણી-અંબાણી

ડીઝલ ડેંસિટી
ડીઝલ ડેંસિટી પ્રતિ ક્યૂબુક મીટર 830થી 900 સુધીની હોવી જોઈ જોઈએ. ડેંસિટી પ્રતિ ક્યૂબુક મીટર 830થી વધુ હોય તો ભેળસેળ કરવામાં આવી છે, તેવું માનવામાં આવે છે. જેના કારણે કારના એન્જિનને નુકસાન થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ