બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Permission to play DJ or loud speaker on public roads or other places is mandatory, affidavit of Ahmedabad Police in the matter of noise pollution

ધ્વનિ પ્રદૂષણ / જાહેર રસ્તા કે અન્ય સ્થળે ડીજે કે લાઉડ સ્પીકર વગાડવા પરવાનગી ફરજિયાત, ધ્વનિ પ્રદુષણ મામલે અમદાવાદ પોલીસનું સોગંદનામું

Vishal Khamar

Last Updated: 11:21 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં થયેલ PIL મામલે અમદાવાદ પોલીસ દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં લાઉડ સ્પીકર વેચનારે લાઉડ સ્પીકરમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. તેમજ પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

  • રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણના વિવાદ મુદ્દે અમદાવાદ પોલીસનું સોગંદનામુ
  • લાઉડ સ્પીકર ખરીદનારે તેના જાહેરમાં ઉપયોગ પહેલા લાઇસન્સ લેવું ફરજિયાત
  • માત્ર શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા પોલીસ આપી શકશે મંજૂરી

રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણનાં મુદ્દે થયેલી હાઈકોર્ટમાં PIL દાખલ થતા આજે અમદાવાદ પોલીસ દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. લાઉડ સ્પીકર વેચનારે લાઉડ સ્પીકરમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. તેમજ લાઉડ સ્પીકર ખરીદરનારે તેનાં જાહેરમાં ઉપયોગ પહેલા લાઈસન્સ લેવું ફરજિયાત છે. તેમજ પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. માત્ર શરતોને આધીન લાઉડ સ્પીકર વગાડવા પોલીસ મંજૂરી આપી શકશે.  

 પોલીસ કમિશ્નરનાં જાહેરનામાંમાં શું છે નિયમો
પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે વરધોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાકોની પાસે નજીકમાં રેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સીસ્ટમ ભાડે આપી શકશે નહીં. હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે, જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો ગાયનોનો માઈક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબીબાજુ ચાલવા. ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમો કાયદાઓનો અમલ કરવા તથા જાહેર રસ્તા પર નાચ ગાન ગરબા કરવા નહી.

જાહેરનામા ભંગ બદલ હવે સીધી એફઆઇઆર પર કોર્ટ કાર્યવાહી થઈ શકશે
શરતોને આધિન અગાઉથી અધિકૃત પરવાનગી આધારે ઉપરોકત પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે. તેમજ ચોક્કસ ડેસીબલ સુધીના ધ્વનિ પ્રમાણેના લાઉડ સ્પીકરને જ મંજૂરી આપવાનો નિયમ છે.  નિયમ છતાંય સાઉન્ડ લિમિટ વગરના લાઉડ સ્પીકર બેફામ વાગી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે.  ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ આવા ગુના નોંધવાની જોગવાઈ કરાઈ હોવાની પોલીસની કબુલાત કરી છે.  કલમ 188માં આવેલા સુધારા બાદ હવે જાહેરનામા ભંગ બદલ હવે સીધી એફઆઇઆર પર કોર્ટ કાર્યવાહી થઈ શકશે.  જાહેર રસ્તા કે અન્ય સ્થળે ડીજે ટ્રક કે વાજિંત્રોના ઉપયોગ માટે સાત દિવસ અગાઉથી પરવાનગી લેવાની રહેશે. સક્ષમ પોલીસ અમલદાર ગમે તે સમયે આ પરવાનગી જોવા માંગે તો તેને બતાવવી પડશે. રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીમાં ડીજે ટ્રક કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ