બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 05:43 PM, 4 February 2024
ADVERTISEMENT
વૈશ્વિક સ્તર પર ખુબ જ ગંભીર અને ઝડપથી ફેલાતી બીમારી કેન્સર છે. જેના કારણે લાખો લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં દર છઠ્ઠું મોત કેન્સરનાં કારણે થઈ રહ્યું છે. તેથી જ લોકોમાં કેન્સર નામક બીમારી વિશે સતર્કતા આવે તે ઉદેશ્ય સાથે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. માવા-મસાલા અને ગુટકા કારણે પણ કેન્સર થઈ શકે છે, આ વાત લોકો જાણતા હોવા છતા તેનું સેવન કરે છે, પરંતુ આ માવા-મસાલાના કારણે શરીરમાં અનેક બિમારીઓ ઘર કરી શકે છે. તો કેટલાક લોકોને આ વ્યસનના કારણે મોઢા પણ ઓછા ખૂલતા હોય છે.
ADVERTISEMENT
'ચામડીનું લચિલાપણું જતું રહે'
જાણિતા તબિબે કહ્યું કે, તમાકુ, પાન-મસાલા ખાતા દર્દીઓનું મોઢું બે આંગળી જ ખુલે છે કે,પછી એક જ આંગળી ખુલે છે. સોપારી, ચૂનો અને તમાકુથી માવો બને છે. તેને મોઢામાં લાંબો સમય સુધી રાખવામાં આવે અને મોટી માત્રામાં ખાવામાં આવે ત્યારે મોઢું ખોલવામાં મુશ્કેલી આવી શકે છે. સોપારીમાં એરોક્લોયિન હોય છે, જે ગાલની ચામડીને વધારે જાડી કરે છે. જેના કારણે ગાલની ચામડીનું લચિલાપણું જતું રહે છે. જેના કારણે મોઢું ઓછું ખુલે છે.
વાંચવા જેવું: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર 'રેડ સિગ્નલ', આ બે સ્ટેશનો વચ્ચે કામમાં વિલંબ, NHSRCL એ 'બ્લોક' માંગ્યો
સારવારનો ખર્ચ 90 હજાર
તબિબે વિગતો આપતા કહ્યું કે, દર્દીનું મોઢું બે આંગળી કે તેના કરતા પણ ઓછું ખૂલે ત્યારે તેને લેટ સ્ટેજ કહેવાય છે. જેને જુદા જુદા ઈન્જેક્શન આપવા પડે છે. મોઢું ખોલવા માટેની એક્સર્સાઇઝ પણ કરાવી પડે છે. દર્દીને એવી પણ સલાહ અપાય છે કે તમારે ઘરે એક્સર્સાઇઝ કરવી પડશે. જેમાં જેક પણ મારવા પડતા હોય છે, જે મોઢું ખોલવામાં મદદ કરે છે. જેની લેસર સારવાર પણ કરવામાં આવે છે જે સારવારનો ખર્ચ લગભગ 90 હજાર રૂપિયા જેટલો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.