બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 11:28 AM, 18 February 2024
ADVERTISEMENT
ભારત સરકાર ખેડૂતોના કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. જેમાં કિસાન સમ્માન નિધિ, કિસાન સમૃદ્ધિ કેન્દ્ર, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શામેલ છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં વર્ષમાં આવા ત્રણ હપ્તા જમા કરવામાં આવે છે, જેથી વર્ષે 6 હજાર રૂપિયા મળે છે. ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં મદદ કરવા માટે સરકાર અનેક પેન્શન સ્કીમ ચલાવી રહી છે.
સરકારની આ સ્કીમનો લાભ લો
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PMKMY) એક સરકારી યોજના છે. આ યોજના સીમાંત ખેડૂતો માટે લાગુ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી સરકાર વૃદ્ધાવસ્થામાં નાના ખેડૂતોને સામાજિક અને આર્થિક સુરક્ષા પ્રદાન કરવા માંગે છે. 18થી 40 વર્ષના ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકે છે. જે ખેડૂતો 2 હેક્ટર સુધીની ખેતીની જમીન ધરાવે છે, તેઓ આ પેન્શન યોજનાનો લાભ મેળવી શકે છે. આ ખેડૂતોના નામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભૂમિ રેકોર્ડમાં જોવા મળે તે ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકે છે.
ADVERTISEMENT
3,000 રૂપિયા પેન્શન મળશે
આ યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષ પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળશે. જે ખેડૂતોનું મૃત્યુ થાય તે ખેડૂતના પતિ અથવા પત્નીને પેન્શન તરીકે 50 ટકા સુધીનો હિસ્સો મળી શકે છે. પારિવારિક પેન્શન તરીકે માત્ર પતિ અને પત્નીને લાભ મળી શકે છે. આ યોજના હેઠળ બાળકોને લાભ મળતો નથી.
વધુ વાંચો: મોદી સરકારના દબાણે ચાઈનીઝ કંપનીઓની હોશિયારી કાઢી, હવે ભારતમાં બનશે આ બધા ફોન
કેટલી રકમનું રોકાણ કરવું
18થી 40 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અરજદારે 60 વર્ષ સુધી દર મહિને 55 રૂપિયાતી 200 રૂપિયા સુધી રોકાણ કરવાનું રહેશે. 60 વર્ષ પછી અરજદારને પેન્શન મળશે. ત્યારપછી દર મહિને અરજદારના ખાતામાં પેન્શનની નિશ્ચિત રકમ જમા થશે. જો કોઈ ખેડૂત દર મહિને 100 રૂપિયા જમા કરે તો સરકાર પણ પેન્શન ફંડમાં દર મહિને 100 રૂપિયા જમા કરશે. અત્યાર સુધીમાં 19,25,369 થી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.