બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / Chinese companies will produce phone in india like oppo vivo realme

બિઝનેસ / મોદી સરકારના દબાણે ચાઈનીઝ કંપનીઓની હોશિયારી કાઢી, હવે ભારતમાં બનશે આ બધા ફોન

Priyakant

Last Updated: 11:28 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smartphone Production Latest News: ચીનની કેટલીક કંપનીઓ ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરી રહી છે,  કેટલીક ચીની કંપનીઓ ભારતમાં તેમના પસંદ કરેલા સ્માર્ટફોન મોડલનું ઉત્પાદન કરી રહી છે

  • મોદી સરકારનું ચીનની કંપનીઓ પર  ભારતમાં સ્માર્ટફોન બનાવવા માટે સતત દબાણ 
  • ચીનની કેટલીક કંપનીઓ ભારતમાં સ્માર્ટફોનનું  કરી રહી છે ઉત્પાદન
  • મોદી સરકારના દબાણ વચ્ચે હવે ચીનની કંપનીઓ ભારતમાં સ્માર્ટફોનનું મોટાપાયે શરૂ કરવા જઈ રહી છે ઉત્પાદન 

Smartphone Production : PM મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભારતમાં સ્માર્ટફોન બનાવવા માટે ચીનની કંપનીઓ પર સતત દબાણ બનાવી રહી છે. વાત જાણે એમ છે કે, ચીનની કેટલીક કંપનીઓ ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરી રહી છે. કેટલીક ચીની કંપનીઓ ભારતમાં તેમના પસંદ કરેલા સ્માર્ટફોન મોડલનું ઉત્પાદન કરી રહી છે. જોકે હવે ચીનની કંપનીઓ ભારતમાં સ્માર્ટફોનનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે.

સ્થાનિક સ્તરે કરવામાં આવશે સ્માર્ટફોનનું ઉત્પાદન 
ચીનની સૌથી મોટી મોબાઈલ ફોન નિર્માતા BBK ગ્રુપ ભારતમાં સ્માર્ટફોન ઉત્પાદન માટે ડિક્સન ટેક્નોલોજીસ અને કાર્બન ગ્રુપ જેવી ભારતીય સ્માર્ટફોન ઉત્પાદકો સાથે ભાગીદારીમાં છે. આ ભાગીદારી હેઠળ BBK કંપની Oppo, Vivo અને Realme સ્માર્ટફોનનું સ્થાનિક ઉત્પાદન કરશે. વાસ્તવમાં ચીની કંપનીઓ સ્થાનિક ભાગીદારો સાથે સ્માર્ટફોનનું ઉત્પાદન કરશે જેને પ્રોડક્શન લિંક્ડ ઇનિશિયેટિવ (PLI) યોજનાનો લાભ મળશે.

તો આ કારણે સીધું રોકાણ ટાળે છે ચીનની કંપનીઓ ? 
Oppo અને Vivo જેવી ચીની કંપનીઓ ભારતમાં પહેલાથી જ મોટો સ્માર્ટફોન પ્લાન્ટ ધરાવે છે. આ હોવા છતાં તે સ્થાનિક સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથે ભાગીદારી કરી રહી છે. આવી સ્થિતિમાં Oppo, Vivo, Realme, OnePlus અને IQ બ્રાન્ડના સ્માર્ટફોન ભારતમાં જ બનાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક સમયથી ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ કસ્ટમ ડ્યૂટી અને ઈન્કમ ટેક્સ ચોરીથી લઈને મની લોન્ડરિંગ સુધીના મુદ્દાઓને કારણે તેમના પ્લાન્ટમાં સીધું રોકાણ કરવાનું ટાળી રહી છે. તેમજ ચીનની કંપનીઓના ખાતા જપ્ત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો: 'કમલ'નાથ તો ઠીક કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ભાજપમાં લાવવા લાઈનદોરી! સિક્રેટ બહાર આવતા વાત ઉડાવી

10 લાખ માસિક ઉત્પાદન તો સામે PLI યોજનાનો લાભ લેવા માટે સ્પર્ધા
Vivo અને Realmeએ તાજેતરમાં જ કાર્બન પ્લાન્ટમાં કેટલાક હેન્ડસેટનું ઉત્પાદન શરૂ કર્યું છે. તે જ Vivo અને Oppo Dixon સાથે ભાગીદારી કરી શકે છે. હાલમાં, કાર્બન પ્લાન્ટમાં Vivo અને Realmeનું માસિક ઉત્પાદન 10 લાખ યુનિટ છે. Oppo અને Vivoએ PLI સ્કીમ માટે અરજી કરી નથી. આવી સ્થિતિમાં ચીનની કંપનીઓને સ્માર્ટફોન ઉત્પાદકો સાથે ભાગીદારી કરીને ફાયદો થવાની સંભાવના છે જેઓ અગાઉ આવું કરી ચૂક્યા છે. કારણ કે સેમસંગ PLI સ્કીમ માટે અરજી કરી ચૂકી છે. આ મામલે Oppo, Vivo, Realme, Karbonn અને Dixon તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ