બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Parineeti and Raghav Wedding Rituals Begin Today: From Chuda Ceremony to Phera Know Full Event Details

Parineeti-Raghav Wedding / આજથી પરિણીતી અને રાઘવ ચડ્ડાની લગ્ન વિધિઓ શરૂ: ચૂડા સેરેમનીથી લઈને છેક ફેરા સુધી... જાણો સંપૂર્ણ કાર્યક્રમની પળેપળની વિગત

Megha

Last Updated: 08:52 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાઘવ અને પરિણીતીના લગ્નના મુખ્ય ફંક્શન ઉદયપુરની તાજ પેલેસ હોટલમાં યોજાશે અને તેના માટે હોટલને પહેલેથી જ દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. આજના દિવસનો કાર્યકમ કેવો છે જાણી લો

  • પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ જાણો 
  • લગ્નના મુખ્ય ફંક્શન ઉદયપુરની તાજ પેલેસ હોટલમાં
  • આજે સવારે 10 વાગ્યે ચૂડા સેરેમની તો સાંજે 7 વાગ્યે સંગીત સેરેમની

બોલિવૂડમાં વધુ એક લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે. અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢા લગ્ન કરવા જઈ રહ્યા છે અને રાજસ્થાનના ઉદયપુર સ્થિત તાજ પેલેસ હોટલમાં આ કપલના લગ્ન ભવ્ય અંદાજમાં યોજાશે. ચાલો જાણીએ પરિણીતી અને રાઘવના લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ.

લગ્નના મુખ્ય ફંક્શન ઉદયપુરની તાજ પેલેસ હોટલમાં
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નના કાર્યોની શરૂઆત નવી દિલ્હીમાં અરદાસ અને સૂફી રાત સાથે થઈ હતી. લગ્નના મુખ્ય ફંક્શન ઉદયપુરની તાજ પેલેસ હોટલમાં યોજાશે અને તેના માટે હોટલને પહેલેથી જ દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, તાજ પેલેસને પર્લ વ્હાઇટ થીમથી સજાવવામાં આવ્યો છે અને પરિણીતી ચોપરાની બહેન પ્રિયંકા ચોપરા આજે સાંજ સુધીમાં ઇવેન્ટના સ્થળે પહોંચી જશે.અભિનેત્રી તેની બહેનના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

સવારે 10 વાગ્યે ચૂડા સેરેમની તો સાંજે 7 વાગ્યે સંગીત સેરેમની
પરિણીતી ચોપરાના લગ્નના સૌથી પ્રખ્યાત પ્રી-વેડિંગ ફંક્શન્સ 23 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 10 વાગ્યે ચૂડા સેરેમની સાથે શરૂ થશે. આ પછી સાંજે 7 વાગ્યે સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીત સમારોહના પ્લેલિસ્ટમાં કયા ગીતોનો સમાવેશ કરવામાં આવશે અને આ કાર્યક્રમ દરમિયાન ઉજવણી કેવી રીતે આગળ વધશે તેની માહિતી ધીમે ધીમે જાહેર કરવામાં આવશે. 23 સપ્ટેમ્બર પછી આ કપલ માટે 24 સપ્ટેમ્બરનો સૌથી વ્યસ્ત દિવસ રહેવાનો છે. કારણ કે આ દિવસે લગ્ન થવાના છે.

લગ્નનું શેડ્યૂલ - 24 સપ્ટેમ્બર 2023
24 સપ્ટેમ્બર 2023 પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હશે, કારણ કે આ દિવસે આ લવ બર્ડ્સ ધાર્મિક વિધિઓ સાથે 7 જન્મોના બંધનમાં બંધાઈ જશે.આ ખાસ દિવસના કાર્યક્રમો બપોરે 1 વાગ્યે સેહરાબંધીથી શરૂ થશે. ત્યારબાદ બપોરે 2 કલાકે બારાત નીકળશે અને બપોરે 3.30 કલાકે જયલમાલા થશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યાથી ફેરા શરૂ થશે. સાંજે 6.30 વાગ્યે વિદાય થશે અને રિસેપ્શન રાત્રે 8.30 વાગ્યે નક્કી કરવામાં આવ્યું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkvilla (@pinkvilla)

આજના દિવસનો આવો છે કાર્યકમ 
અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા આ દિવસોમાં તેમના લગ્નને લઈને સમાચારોમાં છે, બંને 24 સપ્ટેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે. રાઘવ અને પરિણીતીના લગ્નની વિધિઓ આજથી શરૂ થશે, જેના માટે મહેમાનોના આવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિણીતીને સવારે 10 વાગ્યે ચૂડાપહેરાવવામાં આવશે. બપોરે 12 થી 4 વાગ્યા સુધી મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પછી, સાંજે 7 વાગ્યે મહેમાનો માટે 90 ના દાયકાની થીમ પર આધારિત પાર્ટીનું આયોજન કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ