બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Pankaj Udhas was battling Pancreatic Cancer

સ્વાસ્થ્ય / આંતરડાના કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતા પંકજ ઉધાસ, શું છે આ Pancreatic Cancer અને કેમ થાય છે? જાણો

Pooja Khunti

Last Updated: 09:57 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ કેન્સર ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડના કોષો તેના ડીએનએમાં ફેરફાર કરે છે. જેના કારણે કેન્સરના કોષો જલ્દીથી વિકાસ પામે છે અને સ્વસ્થ કોષો નાશ પામે છે.

થોડા દિવસ પહેલા જ બોલીવુડના ગાયક પંકજ ઉધાસનું મૃત્યુ થયું છે. તેમને Pancreatic Cancer હતું. તેમની ઉંમર 72 વર્ષ હતી. આજે પણ ખૂબ જ ઓછા લોકો આંતરડાનાં કેન્સર વિશે જાણતા હશે. આંતરડા ભોજનને તોડવાનું અને પચાવવાનું કામ કરે છે. તે માટે સ્વાદુપિંડના કોષો દ્વારા પાચન રસ exocrine બનાવવામાં આવે છે. આંતરડાનું કેન્સર 95% એક્સોક્રાઇન કોષોમાં થાય છે. 

આંતરડાનું કેન્સર 
હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કે આંતરડાનું કેન્સર કયા કારણોસર થાય છે. ધુમ્રપાનને કારણે પણ આ કેન્સર થઈ શકે છે. સ્વાદુપિંડ 6 ઇંચ જેટલું લાંબુ હોય છે. આ ઇન્સ્યુલીન અને અન્ય હોર્મોન્સ મુક્ત કરે છે. આ હોર્મોન્સ તમારા ખાધેલા પદાર્થમાં હાજર સુગરને પચાવવાનું કામ કરે છે. સ્વાદુપિંડ શરીરમાં ભોજનને પચાવવા અને પોષક તત્વો લેવા માટે પાચન રસ બનાવે છે. 

આંતરડાનું કેન્સર કેવી રીતે થાય છે
આ કેન્સર ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડના કોષો તેના ડીએનએમાં ફેરફાર કરે છે. જેના કારણે કેન્સરના કોષો જલ્દીથી વિકાસ પામે છે અને સ્વસ્થ કોષો નાશ પામે છે. તેનાથી કેન્સરના કોષો ઉત્પન્ન થાય છે. કેન્સરના કોષો ગાંઠનું નિર્માણ કરે છે. ગાંઠ વધીને શરીરની સ્વસ્થ પેશીઓને નષ્ટ કરે છે. આ કેન્સરના કોષો શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય શકે છે. તેથી તેને આંતરડાનું કેન્સર અથવા સ્વાદુપિંડનું કેન્સર કહેવામાં આવે છે. 

વાંચવા જેવું: વધારે માત્રામાં પ્રોટીન ખાવું હેલ્થ માટે છે નુકસાનકારક, વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ!

સ્વાદુપિંડના કેન્સરના લક્ષણો 

  • પેટમાં દુ:ખાવો અને પીઠનો દુ:ખાવો.  
  • ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટતું જાય છે.  
  • શરીરની ત્વચા અને આંખો પીળી પડવા લાગે છે. 
  • પેશાબનો રંગ બદલાય જાય છે. 
  • હાથ અને પગમાં દુ:ખાવો થાય છે અને સોજો આવી જાય છે. 
  • તમને વારંવાર થાક લાગે છે અને શરીરમાં નબળાઈ આવી જાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ