બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / pan masala sale parcel Association Decision gujarat coronavirus

કોરોના વાયરસ / પાનના ગલ્લાઓ પર તંત્રએ તવાઇ બોલાવતા એસોસિએશને લીધો મહત્વનો નિર્ણય, રાજ્યમાં આવતીકાલથી...

Hiren

Last Updated: 09:44 PM, 17 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. લૉકડાઉન દરમિયાન જે કોરોના વાયરસ કાબૂમાં હતો તે જ હવે અનલૉક પાર્ટ-1 તેમજ અનલૉક પાર્ટ-2માં વધી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા અને સ્થાનિક તંત્ર દ્વારા કોરોના સામે લડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા AMCએ 500 જેટલા ગલ્લા સીલ કર્યાં હતા. જેને લઇને હવે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી માત્ર પાન-મસાલાના પાર્સલ જ અપાશે.

  • કોરોનાના વધતા સંક્રમણના પગલે લેવાયો નિર્ણય
  • પાનના ગલ્લાઓ પર માત્ર પાર્સલ મસાલા જ વેચાશે
  • ગુજરાત પાન-મસાલા શોપ ઓનર એસો.નો નિર્ણય

પાન-મસાલા ખાનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણના પગલે આવતીકાલથી રાજ્યમાં પાનના ગલ્લા પર માત્ર પાન-મસાલાના પાર્સલ જ મળશે. આ નિર્ણય ગુજરાત પાન-મસાલા શોપ ઓનર એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, અમદાવાદ અને સુરતમાં જાહેરમાં થૂંકવા પર રૂ.500નો દંડ ફટકારવામાં આવે છે. તો પાનના ગલ્લા પાસે પણ જો કોઇ ગ્રાહક થૂંકશે તો દુકાનદારને 10000નો દંડ ફટકારવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાનની દુકાનો પર તવાઇ બોલાવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીના કારણે પાનની દુકાન માલિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીના કારણે પાનની દુકાન માલિકોના ધંધાને અસર પડી છે. અને માત્ર 20થી 25 ટકા ધંધો થઇ રહ્યો છે. જેના કારણે વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેને પગલે આજે ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

એસોસિએશને જણાવ્યું હતું કે, આવતીકાલથી દરેક પાન-મસાલાની દુકાનો પર મસાલો લાઈવ બનાવી આપવામાં આવશે નહીં. ગ્રાહકોને પાન-મસાલાના પાર્સલો આપવામા આવશે. જેને કારણે હવે ભીડ કે સોશિયલ ડિસ્ટન્સિગનો પ્રશ્ન પણ હલ થઈ જશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ