બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Palghar-like scandal in Bengal: 3 monks thrashed by mob

આ કેવો અત્યાચાર? / બંગાળમાં પાલઘર જેવો કાંડ: 3 સાધુઓ સાથે ભીડે કરી મારપીટ, BJPએ કહ્યું 'શરમજનક, મમતાજી...'

Priyakant

Last Updated: 12:07 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bengal Sadhu Mob Lynching Latest News: એક વિશાળ ભીડે ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને બાળક ઉપાડનારા સમજીને નિર્દયતાથી માર માર્યો, IT સેલના વડા અમિત માલવિયાએ શેર કર્યો વીડિયો

  • પશ્ચિમ બંગાળમાં પાલઘર જેવી ઘટના, વિડીયો થયો વાયરલ 
  • ઉત્તર પ્રદેશના 3 સાધુઓને બાળક ઉપાડનારા સમજીને લોકોએ નિર્દયતાથી માર માર્યો
  • વીડિયો વાયરલ થયા બાદ BJPએ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર પ્રહારો કર્યા 

Bengal Sadhu Mob Lynching : પશ્ચિમ બંગાળમાં પાલઘર જેવી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ગુરુવારે સાંજે એક વિશાળ ભીડે ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને બાળક ઉપાડનારા સમજીને નિર્દયતાથી માર માર્યો હતો. આ મામલો પુરુલિયા જિલ્લાનો છે. આ તરફ હવે ઘટનાનો 30 સેકન્ડનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર પ્રહારો કર્યા છે. હાલમાં TMCએ આરોપો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી.  

IT સેલના વડા અમિત માલવિયાએ શેર કર્યો વીડિયો 
ભારતીય જનતા પાર્ટીના IT સેલના વડા અમિત માલવિયાએ વીડિયો શેર કરતા લખ્યું છે કે, મમતા બેનર્જીના મૌન પર શરમ આવે છે! શું આ હિન્દુ સંતો તમારી માન્યતાને લાયક નથી? આ અત્યાચાર જવાબદારી માંગે છે. આ ઘટનાને 2020ની પાલઘર મોબ લિંચિંગ સાથે સરખાવતા અમિત માલવિયાએ લખ્યું કે, પશ્ચિમ બંગાળના પુરુલિયામાંથી એકદમ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે... મકરસંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા સાધુઓને સત્તાધારી TMC સાથે સંકળાયેલા ગુનેગારો દ્વારા નિર્વસ્ત્ર કરીને એવો દાવો કરીને મારવામાં આવ્યા કે,  પશ્ચિમ બંગાળમાં હિંદુ હોવું એ ગુનો છે. ભાજપના નેતાએ કહ્યું, મમતા બેનર્જીના શાસનમાં શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને રાજ્ય સુરક્ષા મળે છે અને સાધુઓની હત્યા કરવામાં આવી રહી છે.

BJP સાંસદ લોકેટ ચેટર્જીએ મમતા પર નિશાન સાધ્યું
ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ કહ્યું કે, તેઓ પુરુલિયાની ઘટનાથી નારાજ છે. તેમણે ટ્વિટર પર લખ્યું, ગંગાસાગર જઈ રહેલા સાધુઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો, જે TMC હેઠળ બગડતી સુરક્ષાનો ચોંકાવનારો પુરાવો છે. મમતાનું શાસન શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને રક્ષણ આપે છે, જ્યારે સાધુઓને ક્રૂર ટોળાનો સામનો કરવો પડે છે. 

શું હતો પાલઘર કેસ?
16 એપ્રિલ, 2020ના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક જૂથ દ્વારા બે સાધુઓને માર મારવામાં આવ્યા હતા. કથિત રીતે તેઓને બાળક ઉપાડનારાઓ તરીકે ઓળખવામાં આવ્યા હતા. સાધુ અંતિમ સંસ્કાર માટે સુરત જઈ રહ્યા હતા ત્યારે પાલઘરના આદિવાસી ગામ ગઢચિંચલમાં ગ્રામજનોના એક જૂથે તેમનું વાહન રોક્યું અને તેમના પર પથ્થરો, લાકડીઓ અને કુહાડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાના સંદર્ભમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો: 'લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં આવશે રાજકીય ભૂકંપ', CM એકનાથ શિંદેનો દાવો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ