બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / Eknath Shinde claim will create a political earthquake after the Lok Sabha elections

મહારાષ્ટ્ર / 'લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં આવશે રાજકીય ભૂકંપ', CM એકનાથ શિંદેનો દાવો

Vishal Khamar

Last Updated: 11:55 AM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે દાવો કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણી બાદ રાજ્યમાં 'રાજકીય ભૂકંપ' આવશે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે તેમના ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં 45થી વધુ બેઠકો મળશે.

  • મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કર્યો દાવો
  • આગામી લોકસભા બાદ મહારાષ્ટ્રમાં આવશે રાજકીય ભૂકંપ
  • લોકસભાની ચૂંટણીમાં ભાજપ 45 થી વધુ બેઠકો જીતશેઃ એકનાથ શિંદે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે મોટો દાવો કરતા કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી બાદ રાજ્યમાં 'રાજકીય ભૂકંપ' આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુ'નું ઉદ્ઘાટન કર્યા પછી શિંદે એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા.ભારતનો આ સૌથી લાંબો દરિયાઈ પુલ દક્ષિણ મુંબઈને નવી મુંબઈમાં ન્હાવા-શેવા સાથે જોડે છે.

રાજકીય ભૂકંપ આવશેઃ શિંદે
મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ બુલેટની ઝડપે આગળ વધી રહ્યો છે. શિંદેએ કહ્યું, 'લોકસભા ચૂંટણી પછી રાજ્યમાં રાજકીય ભૂકંપ આવશે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે મોદી 400થી વધુ બેઠકો સાથે ત્રીજી વખત સત્તામાં પાછા ફરે. જ્યારે મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48માંથી 45થી વધુ બેઠકો જીતશે.

લોકસભાની ચૂંટણી આ વર્ષે એપ્રિલ/મેમાં યોજાય તેવી શક્યતા છે.શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રનું શાસક ગઠબંધન, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો સમાવેશ થાય છે. વિકાસ એજન્ડા પર ચૂંટણી લડશે.

સ્પીકરે આ નિર્ણય આપ્યો હતો
મુખ્યમંત્રીનું નિવેદન રાજ્ય વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરનાં નિર્ણયનાં બે દિવસ પછી આવ્યો છે. જેમાં એકનાથ શિંદેનું ગ્રુપ જ સાચુ શિવસેના રાજકીય પાર્ટી છે. અને તેમણે તમામ અરજીઓ ફગાવી દીધી હતી.  જેમાં શિંદે ગ્રુપનાં ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગ કરવામાં આવી હતી. એકનાથ શિંદે પાસે 55 માંથી 37 ધારાસભ્ય છે.  એ સાથે જ સ્પીકરે તેમનો નિર્ણય આપ્યો કે શિંદે જૂથનાં 16 ધારાસભ્યોની સદસ્યતા કાયમ રહેશે.

વિપક્ષી દળોને વિકાસ વિરોધી ગણાવતા શિંદેએ કહ્યું કે જૂન 2022માં તેમની સરકાર સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં અટકેલી વિકાસ યોજનાઓ ફરી શરૂ થઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ