બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Pakistan airstrike on Afghanistan, many people died

હુમલો / પાકિસ્તાને પડોશી દેશ પર કરી એર સ્ટ્રાઈક, મુસ્લિમ દેશોમાં મચ્યો હડકંપ, 8ના મોત

Pravin Joshi

Last Updated: 09:13 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલા પાછળનો મુખ્ય ઈરાદો TTP આતંકવાદીઓને ખતમ કરવાનો હતો.

પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલા પાછળનો મુખ્ય ઈરાદો TTP આતંકવાદીઓને ખતમ કરવાનો હતો. અફઘાનિસ્તાન દ્વારા પણ આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદી વિસ્તારોને અડીને આવેલા ખોસ્ત અને પાકિતકા પ્રાંતના વિસ્તારોને પાકિસ્તાની વાયુસેના દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની વાયુસેનાએ ખાસ કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના એક કમાન્ડરના ઘરને નિશાન બનાવીને આ હુમલો કર્યો છે. હવાઈ ​​હુમલા દરમિયાન પાકિસ્તાની સેનાએ બે અલગ-અલગ વિસ્તારોમાં હુમલા કર્યા છે.

8 આતંકીઓને ઠાર કર્યા

લગભગ રાતભર ચાલેલા હુમલામાં પાકિસ્તાની સેનાએ 8 આતંકીઓને ઠાર કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માર્યો ગયો આતંકી હાફિઝ ગુલબહાદર ગ્રુપ સાથે સંકળાયેલો હતો. હવાઈ ​​હુમલાના લગભગ બે દિવસ પહેલા આતંકવાદીઓએ પાકિસ્તાનના વઝીરિસ્તાન વિસ્તારમાં સ્થિત આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલાના જવાબમાં પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલો કર્યો છે.

વધુ વાંચો : ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા? ચૂંટણી જીતતા જ પુતિનનો લલકાર, આપી પશ્ચિમ દેશોને ચેતવણી

જીવ ગુમાવનારાઓમાં 5 જવાનોનો પણ સમાવેશ

આતંકવાદીઓના આ હુમલામાં પાકિસ્તાનના એક લેફ્ટનન્ટ કર્નલ અને એક કેપ્ટન શહીદ થયા હતા. આ સિવાય જીવ ગુમાવનારાઓમાં 5 જવાનોનો પણ સમાવેશ થાય છે. તેમના મૃત્યુ પછી, તેમને રવિવારના રોજ સમાધિ આપવામાં આવી હતી.  ઘટના બાદ પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે આ મામલાની માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, 16 માર્ચની સવારે આતંકવાદીઓના એક જૂથે વજીરિસ્તાનમાં આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. જો કે સેનાએ આતંકીઓના આ નાપાક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આનાથી ગુસ્સે થઈને આતંકીઓ વિસ્ફોટક સામગ્રીથી ભરેલું પોતાનું વાહન પોસ્ટ પર લઈ ગયા અને તેને ટક્કર મારી દીધી. જેમાં અનેક જવાનો શહીદ થયા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ