બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Oxfam India was illegally transferring money to foreign , home ministry asked for cbi inquiry

દેશ / ગેરકાયદેસર કામ કરવાનું Oxfam Indiaને ભારે પડ્યું, કેન્દ્ર સરકારે આપ્યો CBI તપાસનો ઓર્ડર, જાણો મામલો

Vaidehi

Last Updated: 07:48 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોમ મિનિસ્ટ્રીએ Oxfam India નામક સંસ્થાની સામે CBIની તપાસ કરવાની માગ કરી છે. ઓક્સફેમ ઈન્ડિયાનાં ખાતામાં કેટલાક ઘોટાળા જોવા મળ્યાં છે.

  • ગૃહમંત્રાલયે Oxfam India પર CBI તપાસની કરી માગ
  • ઓક્સફેમ કંપનીનાં ખાતામાં જોવા મળ્યાં શંકાસ્પદ ટ્રાંઝેક્શન
  • FCRA નિયમોનો ભંગ કર્યાનો પણ આરોપ

કેન્દ્રીય ગૃહમંત્રાલયે Oxfam India નામક NGOની સામે CBIની તપાસ કરવાની માગ ઉઠાવી છે. સૂત્રો અનુસાર ઓક્સફેમ ઈન્ડિયાનાં FCRA લાયસેન્સનાં રિન્યૂઅલને MHAએ ડિસેમ્બર 2021માં રદ કરી દેવામાં આવ્યું હતું. Ocfam Indiaની FCRA નિયમોમાં ઘોટાળાનાં આરોપોને લીધે તેનું લાયસેન્સ રદ કરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર આ સંસ્થા વિદેશમાં પૈસા મોકલે છે અને બીજે ક્યાંકથી તેને ફંડિગ મળતી હતી.

નિયમોનું કર્યું ઉલ્લંઘન
ગૃહમંત્રાલયે વિદેશી યોગદાન અધિનિયમ 2010 (FCRA 2010)નાં ઉલ્લંઘનનાં કારણે ઓક્સફેમ ઈન્ડિયાની તપાસ માટે CBIને મોકલ્યું છે. ઓક્સફએમ ઈન્ડિયાએ FCRA એક્ટ 2020 લાગૂ થયાં બાદ પણ પૈસા વિદેશી ખાતાઓમાં અલગ-અલગ સંસ્થાઓની મદદથી ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખ્યું હતું.

શું છે FCRA એક્ટ 2020?
માહિતી અનુસાર FCRA 2020 આ પ્રકારનાં પૈસાને ટ્રાંસફર કરવાનું બેન કરે છે. આ એક્ટ ફેરફાર બાદ 27 સપ્ટેમ્બર 2020નાં લાગૂ થયું હતું પરંતુ ઓક્સફેમ ઈન્ડિયાએ તેમ છતાં નિયમોનો ભંગ કરીને અન્ય ફંડ ટ્રાંસફર કર્યાં હતાં.

IT સર્વેક્ષણથી થયો ખુલાસો
CBDTએ IT સર્વેક્ષણ દરમિયાન મેળવેલા ઈ-મેઈલથી એ માહિતી મેળવી કે ઓક્સફેમ ઈન્ડિયા પોતાના લાભ માટે પૈસાને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રાખવાની યોજના બનાવી રહી હતી. સીબીડીટીનાં IT સર્વેક્ષણથી એ પણ ખુલાસો થયો કે ઓક્સફેમ ઈન્ડિયાને વિદેશી સંગઠનોમાંથી ફંડિંગ મળી રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ