બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / overnment permission will be mandatory before creating AI models, aimed at preventing misleading and fake content

સરકારની લાલ આંખ / આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મોદી સરકારે કસ્યો ગાળિયો, AIના નામ પર છૂટછાટ બંધ, મંજૂરી ફરજિયાત

Vishal Dave

Last Updated: 06:18 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ રશ્મિકા મંધાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. તેમજ ડીપફેકની મદદથી બેંકિંગ ફ્રોડ જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIના નામે માર્કેટમાં એક આશ્ચર્યજનક કૌભાંડ ચાલી રહ્યું છે. AIના નામે કોઈની પ્રાઈવસીનો ભંગ થઈ રહ્યો છે. આ ઉપરાંત તેની બદનામી થઈ રહી છે. આવી સ્થિતિમાં સરકાર AIના દુરુપયોગને લઈને સતર્ક થઈ ગઈ છે. હાલમાં જ રશ્મિકા મંધાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. તેમજ ડીપફેકની મદદથી બેંકિંગ ફ્રોડ જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, સરકારે સ્પષ્ટ કર્યું છે કે AI મોડલ બનાવતા પહેલા સરકારની પરવાનગી લેવી ફરજિયાત રહેશે.

સરકારે માર્ગદર્શિકા બહાર પાડી

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મને AI મોડલ લોન્ચ કરતા પહેલા સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. આ મામલે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ AI જનરેટેડ કન્ટેન્ટ પર લેબલ લગાવવામાં આવશે જેથી તે ઓળખી શકાય કે તે AI જનરેટેડ કન્ટેન્ટ છે. આ ગેરમાર્ગે દોરનારા અને ડીપફેકને રોકવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ 'માથું નહોતું મૂંડાવ્યું તો પછી હિંદુ શાના'? લાલુ યાદવે PM મોદી પર કર્યાં આકરા પ્રહારો, બીજું ઘણું બોલ્યાં

જેમીની દ્વારા આપવામાં આવેલા ખોટા જવાબને લઈને વિવાદ 

આ પગલું ગૂગલના જેમિની મોડલની પ્રતિક્રિયા બાદ આવ્યું છે જેમાં જેમિનીએ પીએમ મોદીને ફાસીવાદી કહ્યા હતા. અગાઉ ગૂગલ જેમિની પર જાતિવાદનો આરોપ લાગ્યો હતો. જો કે, ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે ગૂગલ જેમિનીના તમામ જવાબો સાચા ન હોઇ શકે.. આવી સ્થિતિમાં, આ મોડેલનું લેબલિંગ ફરજિયાત બની ગયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ