બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'Outstanding accomplishment': PM Modi hails UPI clocking record 6.28 billion transactions in July

ડિજિટલ / જુલાઈમાં UPI ટ્રાન્ઝેક્શને તોડ્યા તમામ રેકોર્ડ, PM મોદીએ ગણાવી શાનદાર ઉપલબ્ધિ, જાણો આંકડો

Hiralal

Last Updated: 06:40 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોમાં દિનપ્રતિદિન ઓનલાઈન લેવડદેવડનો ક્રેઝ વધતો જાય છે અને જુલાઈમાં રેકોર્ડબ્રેક UPI ટ્રાન્ઝેક્શન થયાનું આંકડામાં સામે આવ્યું છે.

  • દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો વધ્યો ક્રેઝ
  • જુલાઈમાં  6.28 અબજ UPI ટ્રાન્ઝેક્શન 
  • પ્રધાનમંત્રી મોદીએ  UPI ટ્રાન્ઝેક્શનને ઐતિહાસિક ઉપલબ્ધ ગણાવી

આ સમયે દેશમાં મોટી સંખ્યામાં લોકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન તરફ આગળ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં યુપીઆઈમાં તેજી જોવા મળી છે. પહેલા લોકો પાસે માત્ર કેશ અને કાર્ડનો જ વિકલ્પ રહેતો હતો, પરંતુ પછી યુપીઆઈને પણ એક સારા વિકલ્પ તરીકે જોવાનું શરૂ થયું. જણાવી દઈએ કે આ યુપીઆઈની ધૂમ હવે એટલી વધી ગઈ છે કે માત્ર જુલાઈ મહિનામાં જ 6.28 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન થયા છે

જુલાઈમાં 6.28 અબજ  ટ્રાન્ઝેક્શન
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના આંકડા દર્શાવે છે કે જુલાઈમાં કુલ 6.28 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાંથી 10.62 ટ્રિલિયન રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. એનપીસીઆઈ યુપીઆઈની કામગીરી સંભાળે છે. એક મહિનાનો રેકોર્ડ જોઈએ તો યુપીઆઈ 7.16 ટકા અને વેલ્યુની દ્રષ્ટિએ 4.76 ટકા છે. જો તમે એક વર્ષ પહેલાના રેકોર્ડ પર નજર નાખો તો, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બમણું થયું છે અને એક વર્ષમાં મૂલ્યમાં 75 ટકાનો ઉછાળો આવ્યો છે.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર લોક ઉત્સાહ જોઈને પીએમ મોદીએ કર્યું ટ્વિટ 
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર લોકોમાં વધી રહેલા ઉત્સાહ જોઈને પીએમ મોદીીએ એક ટ્વિટ કરીને તેને શાનદાર ઉપલબ્ધિ ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે તે નવી ટેકનોલોજીઓ અપનાવવા અને અર્થતંત્રને "સ્વચ્છ" બનાવવાનાં લોકોનાં સહિયારાં સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.

2016 પછી સૌથી વધુ ટ્રાન્ઝેક્શન
2016 બાદ પહેલી વાર આટલી મોટી સંખ્યામાં યુપી
આઈ ટ્રાન્ઝેક્શન થયા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ અંગે ટ્વીટ કર્યું હતું, જેને પીએમ મોદીએ રિટ્વિટ કર્યું હતું કે, "આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે. તે નવી ટેકનોલોજી અપનાવવા અને અર્થતંત્રને સ્વચ્છ બનાવવા માટે ભારતના લોકોના સામૂહિક સંકલ્પ તરફ નિર્દેશ કરે છે. કોવિડ -19 રોગચાળા દરમિયાન ડિજિટલ ચુકવણી ખાસ કરીને મદદરૂપ થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ