બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / OTT Release This Week taali adipurush the monkey king mask girl guns and gulaab

મનોરંજન / તૈયાર થઇ જાઓ... આ સપ્તાહ OTT પર ધમાલ મચાવશે આ ફિલ્મો ને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ

Arohi

Last Updated: 03:33 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OTT Release This Week: લોકોની વચ્ચે OTT પ્લેટફોર્મ્સ પર રિલીઝ થવા જઈ રહેલી વેબ સીરિઝ અને ફિલ્મો જોવાનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. આ અઠવાડિયે અમુક શાનદાર વેબ સીરિઝ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.

  • લોકોમાં વધી રહ્યો છે વેબ સીરિઝનો ક્રેઝ 
  • ઓટીટી પર રિલીઝ થાવા જઈ રહી છે શાનદાર સીરિઝ 
  • આ અઠવાડિયે રિલીઝ થતી સીરિઝનું લિસ્ટ જોઈ લો 

લોકો OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરિઝ જોવાના શોખીન થઈ ચુક્યા છે. માટે દર અઠવાડીયે નવી ફિલ્મો અને વેબ સીરિઝ જોવાની રાહ જોવે છે. જો તમે પણ ઓટીટી પર રિલીઝ થતી ફિલ્મો અને સીરિઝ જોવાનું પસંદ કરો છો તો અમે અહીં તમને OTT પર આ અઠવાડિયે રિલીઝ થતી અમુક ફિલ્મો અને સીરિઝ વિશે જણાવીશું.  

તાલી 
સુષ્મિતા સેન ઘણા સમયથી તાલીને લઈને ચર્ચામાં છે. રવિ જાધવના નિર્દેશનમાં બનેલી તાલીમાં સુષ્મિતા સેન, ગૌરી સાવંતનો રોલ પ્લે કરી રહી છે. આ વેબ સીરિઝ કોઈ ફિક્શન નથી પરંતુ રિયલ લાઈફ પર આધારિત છે. જણાવી દઈએ કે આ સીરિઝ સ્વતંત્રતા દિવસના અવસર પર 15 ઓગસ્ટે રિલીઝ થશે. તાલીને જીયો સિનેમા પર મફતમાં જોઈ શકાય છે. 

માસ્ક ગર્લ 
કોરિયાઈ સીરિઝ જોતા લોકો માટે ખુશખબરી છે. માસ્ક ગર્લ નેટફ્લિક્સ પર 18 ઓગસ્ટે રિલીઝ થશે. આ એક સારી કોરિયન થ્રિલર સીરિઝ છે. તેનું નિર્દેશન કિમ જંગ-હૂને કહ્યું છે. આ સીરિઝમાં કોરિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમુક સૌથી પ્રસિદ્ધ ચહેરા શામેલ હશે. જેમાં ગો હ્યૂન-જંગ, અહં જે-હોંગ અને હ્યે-રન લીડ રોલમાં છે. 

ગન્સ એન્ડ ગુલાબ્સ 
નેટફ્લિક્સની અપકમિંગ વેબ સીરિઝ ગન્સ એન્ડ ગુલાબ્સ હાલ ચર્ચામાં છે. ગન્સ એન્ડ ગુલાબ્સનું ટ્રેલર જોઈને તમને ગેંગ્સ ઓફ વાસેપુર અને મિર્જાપુરની યાદ આવી જશે. ગન્સ એન્ડ ગુલાબ્સ 1990ના દશકની શરૂઆતમાં ગુલાબગંજ નામના શહેરમાં બનેલી છે. આ વેબ સીરિઝમાં રાજકુમાર રાવ, દુલકર સલમાન, આદર્શ ગૌરવ, ટી.જે ભાનું, ગુલશન દેવૈયા અને દિવંગત સતીશ કૌશિક જોવા મળશે. ગન્સ એન્ડ ગુલાબ્સનું પ્રીમિયર 18 ઓગસ્ટે નેટફ્લિક્સ પર થશે. 

આદિપુરૂષ 
જણાવી દઈએ કે આદિપુરૂષના મલયાલમ, તેલુગુ, તમિલ અને કન્નડ વર્ઝનને એમેજોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. જ્યારે આદિપુરૂષના હિંદી વર્ઝનને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવ્યું છે. 

ધ મંકી કિંગ 2 
લાયંસગેટ પ્લે પર ધ મંકી કિંગ 2 ફિલ્મ જોઈ શકાય છે. આ 2016માં આવેલી હોંગકોંગ ચીની એક્શન ફેંટેસી ફિલ્મ છે. આ 2014માં આવેલી ધ મંકી કિંગની સીક્વલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ