બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Orders of Promotion of Senior IPS Officers

BIG BREAKING / ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય, ગુજરાતના સિનિયર IPS અધિકારીઓને અપાયું પ્રમોશન, જુઓ લિસ્ટ

Malay

Last Updated: 02:03 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસ બેડામાં ધરખમ ફેરફારો થયા છે. સિનિયર IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ અપાયા છે. જેમાં પ્રેમવીરસિંહને IG તરીકે પ્રમોશન અપાયું છે, જ્યારે પિયુષ પટેલને ADGP તરીકે પ્રમોશન અપાયું છે.

  • નિયર IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ
  • પ્રેમવીરસિંહને IG તરીકે પ્રમોશન અપાયું
  • 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડ સુધારાયા

ભૂપેન્દ્ર પટેલ સરકારના ગૃહ મંત્રાલયે સરકારના સિનિયર પોલીસ અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. ગૃહમંત્રાલય દ્વારા સિનિયર IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં પ્રેમવીરસિંહને IG તરીકે પ્રમોશન અપાયું છે. જ્યારે 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડ સુધારાયા છે.

 

ગૃહ વિભાગે આપ્યા બઢતીના આદેશ
ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને 2005 બેચના IPS અધિકારી  પ્રેમવીરસિંહને પ્રમોશન અપાયું છે. તેઓને IG તરીકે પ્રમોશન અપાયું છે. જ્યારે સુરત રેન્જ IG તરીકે ફરજ બજાવતા 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલને  ADGP (Additional Director General Of Police) તરીકે પ્રમોશન અપાયું છે. જ્યારે 7 એસપી કક્ષાના અધિકારીઓના ગ્રેડ સુધારવામાં આવ્યા છે. જેમના નામ નીચે મુજબ છે.

 


7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડ સુધારાયા

- IPS જયપાલસિંહ રાઠોર
- IPS ડૉ.લીના માધવરાવ પાટીલ 
- IPS શ્વેતા શ્રીમાળી
- IPS નિર્લિપ્ત રાય
- IPS દીપકકુમાર મેઘાણી
- IPS મહેન્દ્ર બગરીયા
- IPS સુનિલ જોશી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિની 31મી જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા નિવૃત્ત થશે તેમ નિશ્ચિત મનાય રહ્યું છે. ગુજરાતમાં હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે, આ જોતા હાલના ડીજીપી આશિષ ભાટીયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે. આવા સંજોગોમાં ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે આજે રાજ્યના ગૃહ વિભાગે પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ