બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Orange alert announced in Ahmedabad for 2 days, know what the weather department predicted

પારો વધ્યો / ગુજરાતીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર, અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Malay

Last Updated: 07:58 AM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓ હવે કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, કારણ કે અમદાવાદમાં 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. શહેરમાં આજે અને આવતીકાલે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી જશે.

  • રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ
  • અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ
  • સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન

રાજ્યભરમાંથી હવે કમોસમી વરસાદે વિદાય લીધી છે, જેના કારણે સ્વાભાવિકપણે ગરમીની તીવ્રતામાં વધારો થયો છે. છેલ્લા બે મહિનાથી ખેડૂતોને કમોસમી વરસાદે તોબા પોકારાવી દીધી હતી. હવે ગુજરાતમાં વૈશાખી વાયરા વાતા થયા છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં હવે કાળઝાળ ગરમી લોકોને રાડ પડાવશે. અમદાવાદમાં 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન શહેરમાં 43 ડિગ્રીએ તાપમાન પહોંચી શકે છે. 

Be ready for thunderstorms for the next 3 days: Maximum temperature in 9 cities of Gujarat will cross 35 degrees,...

પાંચ દિવસ વરસાદની સંભાવના નહીવત
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. તેમજ બીજી બાજુ રાજ્યમાં ગરમીનો પારો ઉંપર જાય તેવી સંભાવના છે. ઉપરાંત તાપમાનમાં 3 ડિગ્રી વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
 
8 શહેરમાં નોંધાયું 40 ડિગ્રીથી વધારે તાપમાન
રાજ્યના 8 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 41, અમદાવાદમાં 41.6, ગાંધીનગરમાં 41.4, ભુજમાં 41, ડીસામાં 40.5, પાટણમાં 40.5, વડોદરામાં 40.2, જૂનાગઢમાં 39.9, ભાવનગરમાં 38.2 અને સુરતમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અંગ દઝાડતી ગરમી શરૂ
કમૌસમી માવઠાના વાદળો વિખેરાતા ઉનાળાએ તેનો અસલ મીજાજ બતાવવાનું શરૂ કર્યું હોય તેમ છેલ્લા બે-ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસાવતો તાપ પડી રહ્યો છે. સવારના 9 વાગ્યાથી જ ગરમીનો અનુભવ થવા લાગે છે. બપોર પડતાં જ શરીર દાઝતું હોય તેવો અનુભવ કરાવતી, અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જેના કારણે મોટાભાગનાં લોકો બપોરનાં સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ