બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / open this account with your wife in the post office you will get interest

તમારા કામનુ / પતિ પત્ની માટે પોસ્ટ ઓફિસની ખાસ ઓફર : આ સ્કીમમાં સાથે ખોલાવો ખાતું, દર મહિને મળશે 9 હજાર રૂપિયા!

Bijal Vyas

Last Updated: 07:08 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરીને તમે ઘરે બેઠા સારી આવક મેળવી શકો છો. આ માટે તમારે તમારી પત્ની સાથે પોસ્ટ ઓફિસમાં જોઇન્ટ ખાતું ખોલાવવું પડશે.

  • દર મહિને માત્ર વ્યાજમાંથી સારી આવક મળશે
  • પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ તમને માસિક આવકની ગેરન્ટી મળે છે
  • ડિપોઝિટની તારીખથી એક વર્ષ પછી પૈસા ઉપાડી શકો છો

Post office scheme: પોસ્ટ ઓફિસ સ્કીમ રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સાથે તે ખૂબ જ સુરક્ષિત છે. આવી સ્થિતિમાં, જો તમે ઘરે બેઠા પૈસા કમાવવા માંગો છો, તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરીને તમે ઘરે બેઠા સારી આવક મેળવી શકો છો. આ માટે તમારે તમારી પત્ની સાથે પોસ્ટ ઓફિસમાં જોઇન્ટ ખાતું ખોલાવવું પડશે. ખાતું ખોલાવ્યા પછી, તમારે દર મહિને માત્ર વ્યાજમાંથી સારી આવક મળશે. હકીકતમાં અહીં વાત પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના વિશે કરી રહ્યા છીએ. આમાં એકસાથે રોકાણ કરવાથી, તમને મેચ્યોરિટીમાં દર મહિને 9250 રૂપિયા મળશે. આ રકમ પતિ-પત્નીને અલગ-અલગ મળશે. આ સ્કીમમાં તમે સિંગલ અને જોઈન્ટ બંને ખાતા ખોલાવી શકો છો.

Topic | VTV Gujarati

મળશે 7.4 ટકા વાર્ષિક વ્યાજ
તમે એક ખાતા હેઠળ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. જ્યારે જોઇન્ટ ખાતામાં એટલે કે પત્ની અને પતિ મળીને 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. હાલમાં રોકાણકારોને આ સ્કીમ પર 7.4 ટકા વાર્ષિક વ્યાજ મળી રહી છે. જો તમે ઈચ્છો, તો તમે પાકતી મુદત પછી કુલ મૂળ રકમ ઉપાડી શકો છો. તમે તેને 5-5 વર્ષ સુધી લંબાવી શકો છો. આના પર તમને દર મહિને 9250 રૂપિયાનું વ્યાજ મળશે, જે તમારી માસિક કમાણી પણ હશે.

આ છે હિસાબ 
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ તમને માસિક આવકની ગેરન્ટી મળે છે. ધારો કે, તમે અને તમારી પત્ની બંનેએ આ યોજનામાં જોઇન્ટ ખાતું ખોલાવ્યું છે અને તેમાં 15 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને આ રોકાણ પર 7.4 ટકાના દરે વાર્ષિક 1,11,000 રૂપિયા વ્યાજ મળે છે. હવે જો તમે તેને 12 મહિનામાં વહેંચો છો, તો તમને દર મહિને વ્યાજ તરીકે 9250 રૂપિયા મળશે. ઉલ્લેખનીય છે કે,આ સ્કીમમાં તમે ત્રણ લોકો સાથે પણ ખાતું ખોલાવી શકો છો. ખાતામાં મળતું વ્યાજ દરેક સભ્યને સમાનરૂપે આપવામાં આવશે.

2023માં વિચારી રહ્યાં છો ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન! તો Post Officeની આ 6  સ્કીમમાં કરો રોકાણ, મળશે બમ્પર રિટર્ન! | Thinking of an investment plan in  2023! So invest in these 6 Post Office

પાકતા પહેલા ઉપાડ પર નુકશાન થશે?
પોસ્ટ ઓફિસની MIS યોજનાની પાકતી મુદત 5 વર્ષ પછીની છે. આમ તો તમારે તેના માટે પ્રીમેચ્યોર ક્લોઝર મળે છે. તમે ડિપોઝિટની તારીખથી એક વર્ષ પછી પૈસા ઉપાડી શકો છો. પરંતુ જો તમે એક વર્ષથી ત્રણ વર્ષની વચ્ચે પૈસા ઉપાડો છો, તો તમને જમા રકમમાંથી 2 ટકા બાદ કર્યા પછી પૈસા પાછા મળશે. તે જ સમયે, જો તમે 3 વર્ષ પછી પૈસા ઉપાડો છો, તો તમને 1 ટકા ઘટાડીને પછી પૈસા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ