બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / one nation one election committee formed see full list of members

ચૂંટણી / પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ, ગૃહમંત્રી શાહ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા: એક દેશ એક ચૂંટણીની કમિટીમાં જુઓ કોને કોને અપાયું સ્થાન

Manisha Jogi

Last Updated: 08:54 AM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે ‘એક દેશ એક ચૂંટણી’ પર કમિટીનું ગઠન કર્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સમિતિના ચેરમેન છે. વિપક્ષ તરફથી અધીર રંજન ચૌધરીને સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.

  • ‘એક દેશ એક ચૂંટણી’ પર કમિટીનું ગઠન
  • વિપક્ષ તરફથી અધીર રંજન ચૌધરીને સમિતિમાં સ્થાન
  • સમિતિમાં અન્ય સાત સભ્ય પણ શામેલ 

સરકારે ‘એક દેશ એક ચૂંટણી’ પર કમિટીનું ગઠન કર્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સમિતિના ચેરમેન છે. ઉપરાંત સમિતિમાં અન્ય સાત સભ્ય પણ છે. વિપક્ષ તરફથી અધીર રંજન ચૌધરીને સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભત્રામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ, 15માં નાણાંકીય આયોગના પૂર્વ ચેરમેન એન.કે. સિંહ, લોકસભાના પૂર્વ મહાસચિવ ડૉ.સુભાષ સી કશ્યપ, સિનિયર એડવોકેટ હરીશ સાલ્વે અને પૂર્વ ચીફ વિજિલેંસ કમિશનર સંજય કોઠારી પણ શામેલ છે. 

ન્યાય વિભાગે આ બાબતે રિઝોલ્યુશન જાહેર કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ‘એક દેશ એક ચૂંટણી’ સરકાર તરફથી હાઈ લેવલ કમિટી બનાવવામાં આવી છે. તમામ સભ્યોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, સમિતિમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સ્પેશિયલ ઈનવાઈટી હશે. કાયદાકીય વિભાગના સચિવ નિતેન ચંદ્રા સમિતિમાં સચિવ હશે. 

‘વન નેશન વન ઈલેક્શન’ પર ગઠિત આ ઉચ્ચ સ્તરીય કમિટી દળ, નેતાઓની સાથે સામાન્ય લોકો સાથે પણ વાતચીત કરશે. તમામ લોકોની સલાહ લઈને એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારપથી સરકાર કાયદો બનાવવા માટે સંસદમાં બિલ રજૂ કરશે. 

 ‘એક દેશ એક ચૂંટણી’ પ્રપોઝલ છે. જેમાં લોકસભા તથા તમામ રાજ્ય વિધાનસભાઓની સાથે પંચાયતો માટે પણ એક સાથે ચૂંટણી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં એક ચરણમાં જ ચૂંટણી થશે. હાલના સમયમાં દર પાંચ વર્ષ પછી લોકસભા ચૂંટણી થાય છે. રાજ્ય વિધાનસભામાં દર 3 અથવા 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે. સરકાર જણાવે છે કે, , ‘એક દેશ એક ચૂંટણી’થી ઈલેક્શન પર થતા ખર્ચામાં ઘટાડો થશે.

વારંવાર ચૂંટણીના કારણે નિર્વાચન અધિકારીઓ અને સુરક્ષાબળોએ પોતાનું કામકાજ છોડીને લાંબા સમય સુધી ચૂંટણીની ડ્યુટીમાં જોડાવું પડે ચે. ઉપરાંત વધુ સમય સુધી આદર્શ આચાર સંહિતા લાગુ થવાને કારણે દેશના વિકાસકાર્યોમાં પણ અડચણ ઊભી થાય છે. 

ભારતના વિધિ આયોગે નિર્વાચન વિધિઓમાં સુધારા પર 170મા રિપોર્ટમાં જણાવ્યું છે કે, દર વર્ષે થતા નિર્વાચનોના ચક્રનો અંત કરવો જોઈએ. અગાઉની પરિસ્થિતિનું ફરીથી અવલોકન કરવું જોઈએ, જ્યાં લોકસબા અને તમામ વિધાનસબા માટે નિર્વાચન એકસાથે કરવામાં આવે છે. 

સમિતિના ટર્મ્સ અને નિર્દેશોને સ્પષ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે, ભારતના સંવિધાન તથા અન્ય કાયદાકીય ઉપબંધોને આધિન લોકસભા, રાજ્ય વિધાનસભા, નગરપાલિકા તથા પંચાયતોની સાથે સાથે નિર્વાચન આયોજિત કરવા માટેની તપાસ અને રજૂઆત કરવી શામેલ છે. 


ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ આ પ્રકારના ભથ્થાઓ માટે હકદાર રહેશે, જે રાષ્ટ્રપતિ ઉપલબ્ધિ અને પેન્શન અધિનિયમ, 1951માં જણાવેલ છે. ઉચ્ચસ્તરીય સમિતિના તમામ સભ્ય ઉચ્ચત્તમ શ્રેણીના સરકારી સેવકોને લાગુ થતા દર અને ટ્રાવેલ ભથ્થા માટે હકદાર હશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ