બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / One more opportunity to upload documents for admission under RTE

જલ્દી કરજો / RTE અંતર્ગત પ્રવેશને લઈ મહત્વના સમાચાર, ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક, આ તારીખ સુધી અપાઈ છૂટ

Dinesh

Last Updated: 07:03 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક અપાઈ છે જેમાં 27 એપ્રિલ સુધી ઓનલાઈન અપલોડ કરી શકશો.

  • આરટીઈ અંતર્ગત પ્રવેશને લઈ મહત્વના સમાચાર
  • આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક
  • 27 એપ્રિલ સુધી આરટીઈ અંતર્ગત ઓનલાઈન અપલોડ કરી શકાશે


RTE અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે તમને જણાવી દઈએ કે, રાજ્યભરમાંથી RTEમાં પ્રવેશ માટે કુલ 98 હજાર 501 અરજીઓ મળી છે જેમાંથી કુલ 65,025 અરજીઓ માન્ય રખાઈ છે.  સાથો સાથ આરટીઈ અંતર્ગત પ્રવેશને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક અપાઈ છે જે 27 એપ્રિલ સુધી ઓનલાઈન અપલોડ કરી શકશો. અત્રે ઉલ્લેખનીય છે કે, RTE અંતર્ગત 14,483 અરજીઓને રિજેક્ટ કરવામાં આવી છે જેમને વધુ 27 એપ્રિલ સુધી તક આપવામાં આવી છે.  

27 એપ્રિલ સુધી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે
RTE અંતર્ગત 14,483 અરજીઓને રિજેક્ટ કરવામાં આવી છે જે ડોક્યુમેન્ટમાં ક્ષતિને કારણે અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  27 એપ્રિલ સુધી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે અને રિજેક્ટ અરજીઓમાં 3 દિવસમાં ફરી ડોક્યુમેન્ટ આપી શકાશે અને 18,993 અરજીઓ કેન્સલ કરવામાં આવી છે. રાજ્યમાં RTE અતર્ગત 83 હજાર બેઠકો છે જેમાં અમદાવાદમાં 11,500 બેઠકો સામે કુલ 17,532 અરજીઓ મળી છે. જ્યારે અમદાવાદમાં RTE અતર્ગત 12,356 અરજીઓ મંજુર કરવામાં આવી છે. અમદાવાદમાં 2,632 અરજીઓ રિજેક્ટ, 2,544 અરજીઓ કેન્સલ થઈ અને આગામી ત્રણ દિવસ રિજેક્ટ અરજીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે.

અમદાવાદ DEOનું નિવેદન
અમદાવાદ DEO રોહિત ચૌધરીએ ગઈકાલે જણાવ્યું કે, આ વખતે RTE અંતર્ગત અમદાવાદમાં 17532 અરજી કરવામાં આવેલી છે જે પૈકી 12356 મંજુર કરવામાં આવી છે તેમજ 2632 જેટલી અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે.  તેમજ 2544 જેટલી અરજીઓ કેન્સલ પણ થયેલી છે. તેમણે કહ્યું કે,  અરજી ઘટવાના મુખ્ય કારણો જોવા જઈએ તો પહેલી જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ થવા જોઈએ જે બાદ જ તે પ્રવેશ મેળવવા માટે યોગ્ય ગણાશે તેમજ રજિસ્ટ્રર ભાડા કરારનો પણ પ્રોબ્લેમ હોઈ શકે છે તેમજ આવક મર્યાદાની વાત છે જેવા વિવિધ કારણે અરજી ગત વર્ષની સરખામણીએ ઓછી મળ્યાના કારણો હોઈ શકે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ