બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / one crore rs salary six hours work still people not applying weird job offer

OMG / 1 કરોડ રૂપિયા પગાર, 6 થી 7 કલાક જ કામ, તો પણ આ નોકરીમાં એપ્લાઈ કરતાં પહેલા લોકો કાંપી જાય છે, જાણો કેમ

Manisha Jogi

Last Updated: 07:01 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર લાઈટ બલ્બ ચેન્જ કરવાને બદલે 1 કરોડ રૂપિયાનો પગાર...! આટલી તગડી રકમનો પગાર આપવા છતાં વધુ લોકો આ નોકરી માટે અરજી નથી કરી રહ્યા.

  • લાઈટ બલ્બ ચેન્જ કરવાને બદલે 1 કરોડ રૂપિયાનો પગાર...!
  • સોશિયલ મીડિયા પર આ જોબ ઓફર વાયરલ
  • જાણો શું છે આ જોબ ઓફર પાછળનું સત્ય

માત્ર લાઈટ બલ્બ ચેન્જ કરવાને બદલે 1 કરોડ રૂપિયાનો પગાર...! તમને જાણીને નવાઈ લાગશે. પરંતુ સોશિયલ મીડિયા પર આવી જ એક જોબ ઓફર ચર્ચામાં આવી ગઈ છે. આટલી તગડી રકમનો પગાર આપવા છતાં વધુ લોકો આ નોકરી માટે અરજી નથી કરી રહ્યા. આ કામમાં જોખમ ઘણું છે. જાણો શું છે આ જોબ ઓફર. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ નોકરીની જાહેરાત વિશે માનવામાં આવે તો આ નોકરી ટાવર લાલટેન ચેન્જર (Tower lantern Changer)ની છે. અમેરિકાના સાઉથ ડેકોટામાં આ નોકરી ઓફર કરવામાં આવી છે. જે માટે 600 મીટર કરતા પણ ઉંચા સિગ્નલ ટાવર પર ચઢીને આ બલ્બ બદલવાનો રહેશે. 

આ ટાવર સામાન્ય ટાવર કરતા અલગ હોય છે, જે ખૂબ જ ઊંચા હોય છે. આ ટાવરની ટોચ ખૂબ જ પતલી હોય છે. આ ટાવરની ટોચ પર પહોંચવું અને ત્યાં ઊભા રહીને બલ્બ બદલવો તે ખૂબ જ અઘરો ટાસ્ક છે. આ ટાવર પર ચઢવા માટે સેફ્ટી માટે એક દોરડા (સેફ્ટી કેબલ)નો ઉપયોગ કરવામાં આવે છે. 

  • નોકરી મેળવવા માટેની શરત
  • આ નોકરી માટે શરત મુકવામાં આવી છે કે, અરજીકર્તાને ઉંચાઈથી ડર ના લાગવો જોઈએ અને શારીરિક રીતે ફિટ હોવો જોઈએ. 
  • એક વર્ષ કરતા ઓછો અનુભવ ધરાવનાર લોકો પણ આ જોબ માટે અરજી કરી શકે છે. અનુભવના આધાર પર પગાર આપવામાં આવશે. શરૂઆતની આવક સામાન્ય કરતા ખૂબ જ વઘુ હશે. 

આ કામ કેટલું અઘરું છે?
કહેવામાં આવી રહ્યું છે કે, આ 600 મીટરના ટાવરની ટોચ પર ચઢવામાં 3 કલાકથી વધુ સમય લાગે છે. ઉતરવામાં પણ આટલો જ સમય લાગે છે. જેથી આ નોકરી 6-7 કલાકની રહેશે. ઉપરાંત ટાવરની ટોચ પર પ્રતિ કલાક 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. જેના કારણે બલ્બ બદલવાનું કામ ખૂબ જ અઘરું બની જાય છે. 

જે પણ વ્યક્તિ આ કામ કરશે, તેને વાર્ષિક 1,00,000 પાઉન્ડ (1 કરોડ રૂપિયા) પગાર આપવામાં આવશે. દર 6 મહિને એકથી બે વારટાવરનો બલ્બ બદલવાનો રહે છે. બલ્બ બદલનાર વ્યક્તિએ આ ટાવર પર એકલા જ ચઢીને કામ કરવાનું રહેશે. 

ટિકટોક પર નોકરીની જાહેરાત વાયરલ
આ નોકરીની જાહેરાત ટિકટોક પર વાયરલ છે. આટલું મોટું સેલેરી પેકેજ હોવા છતાં અરજીકર્તાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. આ કામ ખૂબ જ જોખમી છે. સૌથી પહેલા આ જોબ ઓફરની જાહેરાત Science8888 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ જોબ ઓફરને અનેક વ્યૂઝ મળ્યા છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, દરેક વ્યક્તિ આ કામ ના કરી શકે. તમને જણાવી દઈએ કે, આ વાયરલ દાવાની પુષ્ટી થઈ શકી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ