બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / On the issue of Israel-Palestine, what did the Congress say in the proposal that now it has to conduct an internal investigation?

Israel Hamas War / ઈઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દે કોંગ્રેસે પ્રસ્તાવમાં એવું તો શું કહ્યું કે હવે પોતે અંદરોઅંદર કરાવી પડી રહી છે તપાસ? કઈ રીતે પાસ થઈ ગયો પ્રસ્તાવ?

Priyakant

Last Updated: 04:04 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Latest News: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના એક ઠરાવનની ચારેબાજુ ટીકા બાદ કોંગ્રેસ હવે ભૂલ સુધારવાની દિશામાં કામ કરી રહી છે અને તે જ ક્રમમાં પ્રસ્તાવની તપાસ કરવામાં આવી રહી છે

  • ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે કોંગ્રેસ વર્કિંગ કમિટીના ઠરાવને લઇ મામલો ગરમાયો 
  • ચારેબાજુ ટીકા બાદ કોંગ્રેસ હવે ભૂલ સુધારવાની દિશામાં કરી રહી છે કામ 
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કહ્યું, હિંસા તાત્કાલિક રોકવાની જરૂર 

Israel Hamas War : ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના એક ઠરાવને લઈને ઉગ્ર લડાઈ થઈ છે જેમાં પાર્ટીએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું હતું. આ પ્રસ્તાવમાં હમાસ કે આતંકવાદનો કોઈ ઉલ્લેખ નહોતો. કોંગ્રેસે હવે આ પ્રસ્તાવની તપાસ શરૂ કરી છે અને આ દરખાસ્ત કેવી રીતે પસાર કરવામાં આવી તે શોધી રહી છે. એક ખાનગી મીડિયા અહેવાલ મુજબ ચારેબાજુ ટીકા બાદ કોંગ્રેસ હવે ભૂલ સુધારવાની દિશામાં કામ કરી રહી છે અને તે જ ક્રમમાં પ્રસ્તાવની તપાસ કરવામાં આવી રહી છે.

શું કોંગ્રેસ પોતાની ભૂલ સુધારી રહી છે?
કોંગ્રેસ વર્કિંગ કમિટીના આ ઠરાવનો ઉલ્લેખ કર્યા વિના પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું, કોંગ્રેસ નિર્દોષ ઇઝરાયલી નાગરિકો પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરે છે. તમને જણાવી દઈએ કે,હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલા પછી તરત જ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ ઠરાવ પસાર કર્યો. આ ઠરાવમાં પેલેસ્ટિનિયન નાગરિકોની ગરિમા અને સન્માન માટે સમર્થનનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં બંને પક્ષોને લડાઈ બંધ કરવા હાકલ કરવામાં આવી હતી. જો કે તેમાં ક્યાંય હમાસના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બિહારની જાતિ ગણતરી પર ચર્ચા કરવા માંગતા હતા અને જો તે એકદમ જરૂરી હોય તો જ મધ્ય પૂર્વના મુદ્દા પર કોઈપણ નિવેદનના પક્ષમાં હતા. પરંતુ CWCએ એક ડગલું આગળ વધીને દરખાસ્ત પસાર કરી.

શું કહ્યું પી. ચિદમ્બરમે ?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે પણ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર ટિપ્પણી કરી છે. ચિદમ્બરમે કહ્યું કે,. એ વાતને નકારી શકાય નહીં કે હમાસ દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલો ઈઝરાયેલ-ગાઝા યુદ્ધનું કારણ છે. તેમણે કહ્યું કે હિંસા તાત્કાલિક રોકવાની જરૂર છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમે કહ્યું કે, ઈઝરાયેલ દ્વારા ગાઝા વિરુદ્ધ કરવામાં આવેલી જબરદસ્ત જવાબી કાર્યવાહીને કારણે હિંસા વધુ તીવ્ર બની છે. સૈનિકો ઉપરાંત મહિલાઓ અને બાળકો સહિત સેંકડો નાગરિકો માર્યા ગયા છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, હિંસા કંઈ ઉકેલતી નથી અને તે ચોક્કસપણે ઇઝરાયેલ અને ગાઝાના વાસ્તવિક શાસકો વચ્ચે દાયકાઓ જૂની દુશ્મનાવટને ઉકેલશે નહીં.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી શું થયું ?
હમાસના આતંકવાદીઓએ 6 ઓક્ટોબરે ઈઝરાયેલ પર અચાનક હુમલો કર્યો હતો. જે બાદ ઈઝરાયેલે જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં બંને પક્ષે 3500 થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાના તેમના સંકલ્પને પુનરાવર્તિત કર્યો છે. નેતન્યાહુએ રાજ્ય ટેલિવિઝન પર સંબોધન દરમિયાન કહ્યું. આ માત્ર શરૂઆત છે, અમે આ યુદ્ધને પહેલા કરતા વધુ મજબૂત રીતે સમાપ્ત કરીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ